Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૭ મું]
સમકાલીન રાજ્ય
૧૬૯
૧૪૯૨) વચ્ચે ૧૦૦ વર્ષનો મોટો ગાળો ખાલી પડે છે. આ ગાળામાં ભાણજી ૬ કે, ખીમકરણ ૧લે અને ગસા(તા. પોરબંદર, જિ. જૂનાગઢ)ના સં. ૧૫૩૬ (ઈ.સ. ૧૪૮૦)ના “પાદશાહ શ્રી મહમંદના રાજ્યમાં જેઠવા શ્રી વિકમાત'ના સમયના એક વાવ કરાવ્યાના લેખ પ્રમાણે રાણો વિકમાત૮° સત્તા ઉપર આવ્યું હોય તો વંશાવલી આ રૂપ ધારણ કરે :
૧૬૪ અ. રામદેવ (૨) ૧૪૦૪ માં હયાત ૧૬૪ આ. સંઘજી ૧૪૨ માં હયાત ૧૬૪ ઈ. ભાણજ૮૧(૬) ૧૪૬૩ માં હયાત ૧૬૪ ઈ. ખીમકરણ (૧) ૧૮૬૩માં હયાત
૧૬૪ ઉ. વિકમાત (૩) ૧૪૮૦ માં હયાત અને એના પછી વંશાવળી પ્રમાણે
૧૬૫ રાણાજી (૪) ૧૪૯૨ આમ મળેલી વંશાવલીના આંક ૧૬રને અને સુધારેલી વંશાવલીના આંક ૧૬૪ને રાણજી ૩ જો ઈ.સ. ૧૩૯૨ માં અને ૧૬૫ને રાણજી ૪ ઈ.સ. ૧૪૯રમાં હેતાં વચ્ચે પાંચ રાણા મુકાતાં એ ૧૦૦ વર્ષને ગાળો પૂરી શકાય છે. અહીં વચ્ચે એક વંશાવલી પ્રમાણે “મેહછ” જાણવામાં આવ્યો છે, તો એ
૧૬૫ અ. મેહછ૮......... અહીં એને રણજી અને રાણાશ્રી ખીમાજી વચ્ચે મૂક્યો છે. આ પછીની વંચાવલી :
૧૬૫ આ. રામજી અને ૧૬૫ ઇ. મેહ.......... ૧૬૬ ખીમજી (૨) ૧૫ર ૫
૧૬૭ રામદેવજી (૩) ૧૫૫૦ રાણપુરમાં રહી જ્યારે રાણો રામદેવજી ૩ જે રાજ્ય કરી રહ્યો હતો ત્યારે જામનગરમાં રહી જામ સત્રસાલ કિંવા સતેજી પિતાના રાજ્યની સીમા વધારવાનો પ્રબળ પુરુષાર્થ કરી રહ્યો હતો. એણે પિતાનાં સગા ભાણેજ રાણા રામદેવજીનું રાજ્ય ખૂંચવી લેવાને પ્રપંચ શરૂ કર્યો. એક વિવાહ પ્રસંગે નિમંત્રણ મેકલી સતાજીએ રામદેવને તેડાવી પોતાના રાજ્યમહેલમાં જ ઘાત કરા-૩ અને રાણનો પ્રદેશ દબાવવાનો આરંભ કર્યો. રામદેવના પુત્ર ભાણજી ૭ માએ સત્તાસૂત્ર ધારણ કર્યો, પણ જામનો ઉપદ્રવ વધી પડતાં રાણપુર છોડી ટીંબી (ટીંબડી, તા. ભાણવડ, જિ. જામનગર.) જઈ, રાજકુટુંબના રક્ષણ માટે સેઢાણ (તા.