Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩ મું] જામ-સાથે
[ ૪. જરથોસ્તી ધર્મ વસવાટને ફેલાવે
અનુ-મૈત્રક કાળ દરમ્યાન સંજાણુમાં સ્થિર થયેલા જરથોસ્તીઓએ સમય જતાં ગુજરાતમાં અન્ય સ્થળોએ વસવાટ કર્યો. ૧૦ મી–૧૧ મી સદીમાં મુંબઈ પાસેની કરી ગુફાઓમાં જરથોસ્તીઓનાં નામ કોતરાયાં છે. ૧૧ સિદ્ધરાજ જયસિંહના સમય(૧૨ મી સદી)માં ખંભાતમાં અગ્નિપૂજક (જરસ્તીઓ)ની વસ્તી હતી. ૧૭ અંકલેશ્વર(જિ. ભરૂચ)માં પારસીઓના ધર્મગ્રંથ “વિપરદની નકલ કરવામાં આવી હતી ૧૧૮ એ પરથી માલૂમ પડે છે કે ૧૩મા શતકમાં અંકલેશ્વરમાં પારસીઓની વસ્તી હતી. વળી ૧૪મા સૈકાના આરંભમાં ભરૂચમાં પણ પારસીઓની વસ્તી હતી, જેનો પુરાવો ઈ.સ. ૧૩૦૯ માં શેઠ પેસ્તનજીએ બંધાવેલ દખમું (શબનો નિકાલ કરવાનું સ્થળ) છે. ૧૧૯ ૧૪ મા સૈકાના પ્રારંભમાં આવેલ ઈટાલિયન મુસાફર એડરિક નેધે છે કે થાણા અને ચેઉલ-ચલના પરગણામાં પારસીઓ શબને ખેતરમાં ખુલ્લાં મૂકી પક્ષીઓની મદદ વડે એને ભક્ષ કરાવતા હતા. આ ઉપરથી કહી શકાય કે ત્યારે થાણું અને ચેઉલમાં પારસીઓની વસાહત હતી. થાણામાં વસતા પારસીઓ ઉપર ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા અંગે દબાણ આવવાથી તેઓ યુક્તિપૂર્વક થાણાની બહાર નીકળી જઈને કલ્યાણી-કલ્યાણમાં જઈ વસ્યા. ૨૧
કિસ્સે સંજાણ ( ઈ.સ. ૧૬૦૦)માં નેપ્યું છે કે દસ્તૂરોએ સંજાણમાં આતશ બહેરામની સ્થાપના કરી હતી. ત્રણ વર્ષ પછી ત્યાંથી કેટલાક જરસ્તીઓ દેશનાં બીજાં શહેરોમાં જઈ વસ્યા. એમાં નવસારી વાંકાનેર ભરૂચ વરિયાવ અંકલેશ્વર અને ખંભાતને ખાસ નિર્દેશ કર્યો છે. સંજાણમાં દસ્તૂરોનાં ઘણાં ઘર હતાં. એમાં ખુશ્મત અને એમના પુત્ર ખુજેતાને સાદર નિર્દેશ કરવામાં આવ્યા છે. ૧૨૨ પારસીઓના પંથક
૧૪મા સૈકામાં સંજાણમાં પારસીઓની વસ્તી ઘણી મોટી સંખ્યામાં હતી. સમય જતાં ધંધાર્થે તેઓ બીજાં સ્થળોએ પણ વસવા લાગ્યા. ધાર્મિક ક્રિયાવિધિઓ કરાવવા માટે એમની સાથે ધર્મગુરુઓ પણ ગયા. ધર્મગુરુઓ વચ્ચે મતભેદ ન પડે અને વધતી જતી પારસીઓની જુદાં જુદાં સ્થળાની સંખ્યા
ધ્યાનમાં લઈને પાંચ પંથક નકકી કરવામાં આવ્યા. આ પંથક સંજાણ નવસારી ગોદાવરા ભરૂચ અને ખંભાતમાં સ્થાપવામાં આવ્યા. આથી દરેક ધર્મગુરુને પિતાના પંથકમાં રહી ધાર્મિક ક્રિયાવિધિ કરવાની ફરજ પડી. ૧૨૩