Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨ જુ]
દિલ્હી સલતનતના અમલ નીચે મહમૂદશાહ સુલતાન થયું. એણે ગુજરાતમાં નાઝિમ તરીકે ઝફરખાનને ચાલુ રાખે. ઝફરખાન એક સફળ સિપાહસોલાર હતા. ગુજરાત અને સૌરાષ્ટ્રના રાજપૂત ઠાકોર અને રાજાઓ તેમજ ભાળવામાંના પડેથી મુસ્લિમ શાસકે સાથે હંમેશાં એ લડતો રહ્યો હતો. હિ સ. ૭૯૬(ઈ.સ. ૧૩૯૩-૯૪)માં ઈડરના વિખ્યાત રાજા રાવ રણમલે દિલ્હીના સુલતાનને પરંપરાગત મોકલાતી ખંડણી મેકલવાનું બંધ કર્યું, આથી ઝફરખાને જગી હાથીઓ સહિત એક મોટું લશ્કર લઈ ઈડર ઉપર ઓચિંતું આક્રમણ કર્યું. બધી બાજુથી ઘેરાઈ ગયેલા રાવે છેવટે સુલેહ કરી ઝફરખાને ખંડણી તરીકે ઘણું ઝવેરાત લીધા બાદ લડાઈ બંધ કરી અને એ ત્યાંથી અણહિલવાડ પાછો ફર્યો ઈ. સ. ૩૯૫માં ઝફરખાને ખાનદેશ અને ઝરદ(ઝાલાવાડ માં પોતાની સત્તા દઢ કરી.
એ પછી એણે ઈ. સ. ૧૩૯૫ માં સોમનાથ પાટણ તરફ કૂચ કરી અને ત્યાંનું મદિર લેવું અને શહેરને લૂંટવું. ત્યાં એણે એક મસ્જિદ બંધાવી અને ઈસ્લામનો પ્રચાર કરવા મુલ્લાંઓ અને મેલવીઓ રાખ્યા. ત્યાંના પ્રદેશને વહીવટ કરવા પિતાના તરફથી એણે થાણદાર નીમ્યો. પછી એ ચૂડાસમા રાજા પાસેથી ખંડણી લઈને અણહિલવાડ પાટણ પાછો ફર્યો.
પાટણ આવી ઝફરખાને મેવાડને તાબે રહેલા માંડલગઢ પર ચડાઈ કરી. ત્યાંના રાજપૂતોએ લાંબી ટક્કર ઝીલી, પણ ગઢમાં મરકી ફાટી નીકળતાં રાજપૂતોએ સુલેહ કરી. ત્યાંથી અજમેરની યાત્રા કરી સાંભર–ડીંડવાણું કબજે કરી પાછા ફરતાં મેવાડનાં દિલવાડા અને ઝિલવાડા તારાજ કરી ઝફરખાન ઈ. સ. ૧૩૯૮ માં પાટણ પાછા ફર્યો. હવે એને પુત્ર તાતારખાન દિહીથી આવી એની પાસે રહ્યો.
હિ. સ. ૮૦૧(ઈ. સ. ૧૩૯૮-૯૯)માં ઈડરના સંપૂર્ણ વિજય અંગેનું પિતાનું અધૂરું રહેલું કાર્ય પૂરું કરવા નાઝિમ ઝફરખાને પાકી જના ઘડી. સૈનિકોને જગલે સાફ કરી દેવાને એણે હુકમ કર્યો અને રસ્તા પણ એમની પાસેથી સાફ કરાવ્યા, છતાં પણ ઝફરખાનને વિશેષ સફળતા સાંપડી નહિ. રાવ રણમલે કરેલા વીરતાપૂર્વકના પ્રતીકારને લીધે એને પીછેહઠ કરવી પડી. હિ.સ. (૭(ઈ.સ. ૧૪૦૦)માં ઝફરખાને ફરીથી ઈડર પર આક્રમણ કર્યું અને ત્યાંના રાવે એને બરાબર સામનો કર્યો, છતાં એમાં એ ફાવ્યો નહિ અને રાત્રિ દરમ્યાન એને વિસનગર તરફ નાસી છૂટવું પડયું. ઝફરખાને ઈડરમાંનાં હિંદુ મંદિરોનો નાશ કર્યો. એણે કિલ્લામાં રક્ષણથે એક ફોજ મૂકી અને એ પાટનગરમાં પાછો ફર્યો, પરંતુ એ સ્થિતિ ઝાઝે સમય ચાલુ રહી