Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૪૨]
સતનત કાલ
ભરૂચની મસ્જિદ ગુજરાતમાં મેજૂદ રહેલી મસ્જિદમાં પ્રાચીનતમ છે. એમાંના કેંદ્રીય મિહરાબમાં છતમાંનું વર્તુળાકાર સુશોભનરૂ૫, જેમાં કમળનાં પત્ર બી વગેરેનું એક બિંદુમાંથી વિકસતું અનેક રેખાઓમાં થઈને પ્રસરતું અને નયનરમ્ય છતાં તૈયાર અનાયાસ પ્રાપ્ત થયેલું પ્રતીક મૂકેલું છે, તેની રચના પણ મિહરાબમાં જાણે કે બુટ્ટો જડો હોય એ રીતે ખૂબ જ આકર્ષિત કરે તે રીતે કરેલી છે, (પટ્ટ ૧૬, આ. ૩૩), જ્યારે એ જ મરિજદના બીજા મિહરાબમાં કમળનું પ્રફુલ્લ પૂર્ણ સુશોભન વધુ સુયોજિત રૂપે મૂકેલું છે. એ ઉપરથી પણ એમને અર્થ સ્પષ્ટ કરવાનો અને ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન સ્પષ્ટ તરી આવે છે. ખંભાતની જામી મરિજદના મિહરાબમાં એ પ્રતીક પ્રમાણમાં ખૂબ નાનું અને થોડું અનાકર્ષક છતાં ધ્યાન ખેંચે તેવા સ્થાને કેંદ્રમાં મૂકેલું જોવા મળે છે. અહીં એને ઘડવાનો પ્રયત્ન જણાતો નથી, માત્ર રૂપ અપાયું છે ને એને બહારનાં બે બાજુનાં બીજાં કાણદાર વર્તુળેથી સંબંધિત કરવામાં આવ્યું છે. એમની રચનામાં ઝાઝી કારીગરીને ઉપયોગ જોવા મળતો નથી. ધોળકાની કાછની મસ્જિદમાં એને છત્ર આપી વધુ વ્યવસ્થિત રીતે પ્રફુલ કમળના સુશોભનમાં સજેલું છે. અમદાવાદમાં અહમદશાહની મરિજદમાં કેદ્રીય મિહરાબમાં એને પીળા-ધોળા આરસમાં વળાકારમાં કમળની પાંદડીઓની સાદી ભાતથી આલેખ્યો છે, જ્યારે આજુબાજુના મિહરાબેમાં કમળ અમૃતકુંભ વગેરે સાથેના જૈનપ્રતીકોને ઉપયોગ કર્યો છે. અહીંથી જાણે પ્રતીકનો ઉપયોગ ચાલુ થતો જોવા મળે છે ને પછીની બધી જ મજિદોના મિહરાબામાં પ્રયોજાયો છે; એ ચાંપાનેરમાં પણ જોવા મળે છે. મસિજદોનાં પ્રવેશદ્વાર
મસ્જિદનાં બાંધકામ શરૂઆતમાં હિંદુ મંદિરોના ભિન્ન ભિન્ન ભાગોને ઉપયોગ કરીને કરવામાં આવતાં હતાં. તૈયાર ભાગો મળવાના કારણે સમય અને મહેનત બંનેનો બચાવ થતે. મંદિરનાં તૈયાર દ્વારા ઘણી છૂટથી લાંબા સમય સુધી ઉપયોગ ચાલુ રહેલ જોવા મળે છે. સૌ પ્રથમ ભરૂચની જામી મસ્જિદના પ્રવેશદ્વારમાં મંદિરના દ્વારને સીધે ઉપયોગ માત્ર એને ગોઠવી દઈને કરેલું જોવા મળે છે. થોડીક દેવમૂર્તિઓને ઘસી કે તોડી નાખી એ સ્પષ્ટ ન દેખાય તેવી બનાવીને દ્વાર સીધું જ ઉપયોગમાં લેવાયું છે, જ્યારે દ્વારશાખામની દેવમૂર્તિએમાંની ઘણી સ્પષ્ટ દેખાય છે. તેમજ તરંગમાંની કેંકની મૂર્તિ પણ સ્પષ્ટ દેખાય છે. ઉદુંબરમાં કીર્તિમુખો જેમ ને તેમ જ રહેવા દીધાં છે, જ્યારે બંને બાજુની દ્વારપાળોની મૂર્તિઓ તોડી નાખી છે. આમ તૈયાર ભાગને સરળ રીતે ઉપયોગ કરી લીધું છે. ખંભાતની મસ્જિદમાં પણ એમ જ કર્યું છે. ધોળકામાંની