Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૨]
અમદાવાદના અદોબસ્ત
સુલતાન આમ લાંખે। સમય ( ઈ.સ. ૧૪૭૦-૭૧ ) ગિરનારને ઘેશ ધાલવામાં રાકાયેલા રહ્યો હતા ત્યારે ચાંપાનેરના મૂળરાજ જયસિંહે ચાંપાનેર૫૭ અને અમદાવાદ વચ્ચેના પ્રદેશમાં લૂંટફ્રાય કરી એને ખેદાનમેદાન કર્યા હતા, આથી ઈ. સ. ૧૪૭૧ માં સુલતાને લશ્કરી સર્જામની વખારાના દારેણા મલેક જમાલુદ્દીનને ‘ મુહાફિઝખાન · ખિતાબ એનાયત કરી એ પ્રદેશના ફ઼ાજદાર નીમ્યા, અને એને એના રક્ષણની કાવાહી સાંપી. એણે મજબૂત હાથે કામ લઈ લૂંટફાટ અને ચેરી પૂરાં ખાવી દીધાં.૫૮ કચ્છ અને સિ`ધ પર ચડાઈ
સલ્તનત કાલ
[..
ઈ.સ. ૧૪૭૨માં દક્ષિણુ સિધમાં હિંદુએએ મુસલમાના ઉપર જુલમ ગુજાર્યાની ફરિયાદ સુલતાનને પહોંચાડવામાં આવી ત્યારે ૬૦૦ ધોડેસવારીનું એક નાનું છતાં કેળવાયેલ લશ્કર લઈ પૂર ઝડપે કચ્છનું રણ એળગી એ વર્તમાન ચર અને પારકરના જિલ્લાઓના પ્રદેશમાં પહોંચ્યા અને ત્યાંના સુમરા અને સેઢા સરદારા એની સામે ૨૪ હજાર ધોડેસવારેાનું લશ્કર લઈ આવી ઊભા રહ્યા. સુલતાને એમને હરાવ્યા. જે લોકોએ ઇસ્લામ સ્વીકાર્યો તેમાંથી કેટલાકને એણે પેાતાની સાથે લાવીને સારઠમાં વસાવ્યા અને એમને ઇસ્લામનાં શરિયત (ધામિ ક નિયમા ) અને ઉસૂલે( મૂળ તત્ત્વા )નું શિક્ષણ આપવાના પ્રબંધ કર્યો,પ૯
એ જ સાક્ષમાં સિંધના જામ નિઝામુદ્દીન, જે સુલતાનને માતામહ ચતા હતા, તેની સામે ૪૦ હજાર જેટલા બલૂચી અને જાટલાએ બળવા કર્યાં હતા; એને પણ મહમૂદશાહે જાતે જઈ દબાવી દીધા. દ્વારકા અને બેટ પર ચડાઈ
આ વખતે એખામંડળમાં વાઢેર રાજા ભીમ-૧ રાજ્ય કરતા હતા. ત્યાંના વાઘેરે। ચાંચિયાગીરી માટે જાણીતા હતા. એક વાર સિંધમાંથી પરત આવતાં સુલતાનના મુકામ જૂનાગઢમાં હતા ત્યારે મુલ્લાં મહમૂદ સમરકંદી નામના એક વિદ્વાન કવિ અને વેપારી કુટુંબકબીલા સાથે એક જહાજમાં દખ્ખણમાંથી સમરકંદ જતા હતે. હવામાન માફક ન હોવાથી એનું જહાજ જગત( દ્વારકા )ના કિનારા આગળ ખેંચાઈ આવ્યું. ત્યાંના ચાંચિયાઓએ એ લૂટી લીધું અને એનાં કુટુંબ તથા માલસામાન પેાતાન પાસે રાખી એને એના એ પુત્રો સાથે રખડતા છેાડી દીધા. મુલ્લાંએ મહામુસીબત વેઠી, જુનાગઢમાં પગપાળા આવી સુલતાન પાસેથી અશ્રુભરી આંખે દાદ માગી, આથી સુલતાન