Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૦૦]
સહતનત કાલ પણ સમાવેશ થઈ જાય છે. ૧ જૈન સાહિત્યકારોએ એ આરંભિક ગુજરાતીમાં રચના કરી છે, તેમાં ગુજરાતી ભાષાનાં બી નખાઈ ચૂક્યાં હતાં. જેમ જેમ આ બાજુ આવીએ છીએ તેમ તેમ તે તે પ્રાંતની પ્રતીયતા વિકસતી આવે છે અને ઈ સ. ૧૪૦૦ આસપાસ ભાષા કે વિશાળ બોલીના પ્રાંતીય વિભેદ સ્થિર થતા અનુભવાય છે. અજ્ઞાતકર્તાક ‘વસંતવિલાસફાગુ'માં મારવાડી અંશને પણ અનુભવ થાય છે, પરંતુ સિદ્ધપુરના અસાઈત નાયક (રચના : હંસાઉલિ: ઈ . ૧૩૬૧)ની 'હંસાઉલિને (સં. ૧૫૭૬-ઈ.સ. ૧પ૨૦ની) પ્રતમાંની વાસનામાં એવું તત્ત્વ સુલભ નથ ; બેશક, પ્રત મોડાની હોઈ અસલના સંસ્કાર કેઈ હોય તે નટ પણ થઈ ગયા હોય કુલમંડનગતિ ના “મુગ્ધાવબોધ–ૌક્તિક” નામક સં. વ્યાકરણમાં માધ્યમ તરીકે જે સ્વરૂપ અપાયું છે તેમાં આવું કોઈ તવ સુલભ નથી. એ વ્યાકરણની રચના સં. ૧૮૫૦(ઈ. સ. ૧૩૯૪)ની છે, તેથી જ ખરેખર જેને “જન ગુજરાતી” કે “પુરાણી ગુજરાતી કહી શકાય તેવી ભાષા-ભૂમિકા કુલમંડનના સમયમાં સ્થિર થતી અનુભવાય છે. “રાસયુગ” નરસિંહ મહેતાના વૃદ્ધમાન્ય સમય(ઈ.સ. ૧૫ મી સદીની વચ્ચેની બે પચીસી)માં ઓસરતો એ રીતે અનુભવાય છે કે નરસિંહ વીરસિંહ કમાણ માં ડણ જનાર્દન ભીમ મીરાં અને ભાલણ જેવાં ભક્તિનાં અને પૌરાણિક સાહિત્યના જાણકારો અને તત્કાલીન ભાષાભૂમિકામાં થના કરનારા ઊપસી આવે છે. નરસિંહ પટેલાં હંસાઉલિકાર અસાઈત (ઈ.સ. ૧૩ ૧) અને સદયવસવીરચરિતકાર ભીમ (ઈ.સ. ૧૪૧૦) રે લૌકિક કથાઓ સાદર કરે છે તેઓમાં જેને સાહિત્યકાર લૌકિક પદ્યવાર્તાઓનું અનુસરણ સ્પષ્ટ રીતે જોવા મળે છે, જ્યારે નરસિંહથી શરૂ થતા સાહિત્યકારોમાં એ મળતું નથી. ગુજરાતી માટેને જ કહો શકાય તેવો નો સાહિત્યયુગ” નરસિંહ મહેતાને હાથે વિકસે છે. ગુજરાતી સાહિત્યને આગવો ઈતિહાસ પણ અહીંથી વિકાસનાં પગથિયાં ઉપર ચડવા લાગે છે. કુલમંડનગણિના “મુગ્ધાવધ-ઑક્તિકમાં માધ્યમરૂપે રજૂ થયેલી ભાષાભૂમિકાનું કેઈ નામ લિખત સ્વરૂપમાં જોવામાં નથી આવ્યું, પરંતુ ભાલણે તો નામ પાડીને પોતાની રચનાઓમાં “ગુજર ભાખા’ કહી છે. અહીં એ નોંધવું જોઈએ કે “ઉત્તરકાલીન અપભ્રંશ' (Post-Apabhramsa) એવી સંજ્ઞાને નિર્દેશ કરનારા નરસિંહરાવ ભો. દિવેટિયાએ ભાલણની રચનાઓમાં આ સંજ્ઞા મળતાં એને “ગૌર્જર અપભ્રંશ કહે. પણ હવે એ નિશ્ચિત થઈ ચૂક્યું છે કે ગુજર ભાખા'ની પહેલાંની ભૂમિકા તે “ઉત્તર ગૌજર અપભ્રંશ.” હરિભદ્રસૂરિના નેમિનાથચરિઉ'-સં. ૧૨૧૬ : ઈસ. ૧૧૬૦-ની ભાષાભૂમિકા તે પૂર્વકાલીન ગૌર્જર અપભ્રંશ'. ડે. યાબિએ એને ગર્જર અપભ્રંશ' કહેલ છે. “ડે. વનરનો