Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સસ્તનત કાલ
સુલતાને એને માત્ર તમારે મારીને છોડી મૂક્યો, એટલું જ નહિ, પરંતુ એને મહેલમાં અંગરક્ષક તરીકે નોકરી પણ આપી. વહીદુદ્દીન કુરેશી (ઈ.સ. ૧૩૧૮૧૩૫૯)
એ પછી હિ. સ. ૭૧૮(ઈ.સ. ૧૩૧૮)માં સુલતાન મલેક વહીદુદ્દીન કુરેશી નામના એક કુલીન અમીરની નિમણુક નાઝિમ તરીકે કરી. એ કાબેલ મેગ્યકુશળ મહત્ત્વાકાંક્ષી અને હિંમતવાન હતા. એ “સહુમુલ્કીનો ખિતાબ પણ ધરાવતો હતો. મલેક હુસામુદ્દીન દ્વારા છિન્નભિન્ન થયેલ પ્રદેશ એણે સુવ્યવસ્થિત કરી દીધે. પ્રદેશમાં ફેલાયેલી અંધાધૂંધી એણે દૂર કરી અને સુલેહ-શાંતિ સ્થાપી. એણે ભાગ્યે જ ગુજરાતમાં એક વરસ જેટલો સમય પસાર કર્યો હશે એટલામાં એને પાયતખ્ત દિલ્હીમાં બેલાવી લેવામાં આવ્યો અને ગુજરાતમાં એણે બજાવેલી કામગીરીની કદર કરીને સુલતાને એને “તાજુલમુકનો ખિતાબ એનાયત કરી દિલ્હીમાં વજીર તરીકે નીમ્યા.18 ખુસરેખાન (ઈ.સ. ૧૩૨૦)
એ પછી એટલે કે હિ. સ. ૭૨ (ઈ.સ. ૧૭૨૦)માં ખુસરોખાને ગુજરાતનું નાઝિમ પદ સુલતાન પાસેથી પિતાને નામે કરાવી લીધું. એ પંડે કદી એ હોદાની ફરજ બજાવવા ગુજરાતમાં આવ્યો નહિ, પરંતુ સુલતાન પાસેથી પિતાને નાયબ નિમાવી વહીવટ કરતો રહ્યો. સુલતાન ખુસરશાહ
એ જ સાલમાં ખુસરોખાને સર્વસત્તાધિકારી બની જઈને સુલતાનનું ખૂન કરાવી ખલજી વંશને અંત આણ્યો અને પોતે “નાસિરૂદ્દીન ખુસરશાહ' ખિતાબ ધારણ કરી તખ્ત ઉપર બેઠે. ગુજરાતનો વહીવટ મલેક તાજુદ્દીન તુર્કને સેંપવામાં આવ્યા, પરંતુ ખુસરશાહને પંજાબમાં આવેલા દીપાલપુરના હાકેમ ગાઝી મલેક તુગલકે મારી નાખ્યો. ૧૪
૨, તુગલક સલ્તનતના અમલ નીચે સુલતાન ગિયાસુદ્દીન તુગલક
ખલજીવંશના શાહી કુટુંબમાંના તખ્ત માટે દાવો કરે તેવા તમામ પુખ્ત વયના પુરુષોને ખુસરશાહે ખતમ કરી દીધા હતા, તેથી અમીરાની સલાહથી ગાઝી મલેક તુગલક પોતે જ “ગિયાસુદ્દીન તુગલક શાહ ગાઝી” ખિતાબ ધારણ કરી તખ્ત ઉપર બેઠો (ઈ.સ. ૧૭૨૦).