Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
જ૮ી
સલતનત કાલ
[પ્ર.
અડાલજની વાવના અષ્ટકોણ ખૂણા પાસેની જમણી બાજુની સીડીના પ્રવેશદ્વાર પર નવગ્રહને શિ૯પ-પટ્ટ (પષ્ટ ૩૩, આ. ૫૬) મૂકેલો છે. આ પટ્ટ સ્થળ રીતે કરાયેલ છે અને કાળગ્રસ્ત પણ થયો છે. સાધારણ રીતે નવગ્રહના પટ્ટોમાં ગ્રહને એમના પૃથ્વીથી અંતર અનુસાર ગોઠવાય છે, પરંતુ અહીં સાપ્તાહિક વારના ક્રમમાં ડાબેથી જમણે સૂર્ય ચંદ્ર મંગલ બૃહસ્પતિ શુક્ર અને શનિ કંડારેલ છે અને એ પછી રાહુ અને કેતુ છે.
દ્વિભુજાયુક્ત સૂર્ય અને ચંદ્ર એમના મસ્તક પર કિરીટમુકુટ ધારણ કર્યા છે ને એમની બંને બાજુએ એક એક ચામરધારી છે. બંને ગ્રહદેવતાઓએ એમના હાથમાં પદ્મ ધારણ કર્યા છે. મંગલ બ્રહરપતિ શુક્ર અને શનિ એ ચતુર્ભુજાયુક્ત ગ્રહદેવોએ કરંડ-મુકુટ ધારણ કર્યા છે. આ પૈકી શનિ સિવાયના ત્રણ દેવોની બંને બાજુ એક એક ચારધારી છે. શનિની એક બાજુ સંભવત: ચામરધારી છે, જ્યારે બીજી બાજુ વૃષભ બેઠેલે છે.
મંગલે ઉપલા જમણા હાથમાં અંકુશ અને ડાબા હાથમાં પાશ ધારણ કર્યો છે. એવી રીતે ઉપલા જમણું અને ડાબા હાથમાં બૃહપતિએ અનુક્રમે લેખિની તથા પુસ્તક, શુકે અમૃતકુંભ તથા દંડ, અને શનિએ અંકુશ તથા ગદા ધારણ કર્યા છે. આ બધા દેવતાઓના નીચલા જમણા હાથ વરદ મુદ્રામાં છે, જ્યારે ડાબા હાથ વડે એમણે કમંડળ ધારણ કર્યું છે.
બુધની આકૃતિ એના રહસ્વરૂપે કંડારવાને બદલે બુદ્ધ તીર્થકર કે દક્ષિણામૂર્તિ રવરૂપે કંડારી છે.
ભયાનક આંખવાળા રાહુનું સ્વરૂપ મનુષ્યના ઉત્તમાંગથી દર્શાવ્યું છે. એના નાના કદના બે હાથ પૈકીના જમણામાં અભય મુદ્રા અને ડાબામાં કુંભ છે. પુરુષનું ઉત્તમાંગ અને બાકીનું મસ્યાકાર અંગ ધરાવતા કેતુના બે હાથ અંજલિમુદ્રામાં છે. ૧૮
કેડીનાર તાલુકામાં આદપકાર ગામના આદિનાથ મહાદેવના મંદિરના મંડપના વિમાન પર નિર-યુગ્મનું શિલ્પ વિશિષ્ટ છે. ત્રિકોણાકારે કંડારેલા આ શિ૯૫માં બરાબર મધ્યમાં કિંમર અને કિનરીની વામન કદની આકૃતિઓ જોવા મળે છે. કિંમરના જમણા હાથમાં કમળ છે, જે એણે સ્કંધ પર રાખેલું છે. વળી એ મુખ વડે રણશીંગા જેવું વાજિંત્ર ફૂંકી રહેલી હોવાનું જણાય છે. એની બાજુમાં ઊભેલ કિંમર ખંજરી જેવા વાઘ વડે તાલ આપતો હોય એમ જણાય છે. ત્રિકોણના ત્રણેય ખૂણાઓમાં વેલનું રૂ૫કન કર્યું છે. આ શિલ્પ ઈ.સ.ની ૧૪મી સદીનું હોવાનું મનાય છે. ૧૯