Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩ સુ’]
ધમપ્રદાયો
જે મુસલમાને એ હ. અલીનેા ખિલાફતને દાવા મંજૂર રાખ્યા તે અન્ય મુસલમાતેથી જુદા પડયા, કારણ કે હું. પેગંબર સાહેબની વફાત પછી ૪. મુખકર સાહેમ હઝરતના પહેલા ખલીફા તરીકે જાહેર થઈ ગયા હતા. જુદા પડનારા અર્થાત્ શિયારે એમના આ દાવા મંજૂર ન હતા. તેઓ હ. અમુલકર અને પછીના બંને ખલીફ્રાને ખિલાત પચાવી પાડનાર અને હ. અલીને હુ ડુબાડનાર ગણે છે.
પ
સુન્નીએના ચાર ઇમામ છે : અશ્રુ હતીક્રૂ, અશ શાઈ, અણુ માલિક અને ઇબ્ન હુંબલ. તેએ ઇસ્લામી શરિયતના અથ કરનાર ઇમામ હતા. સુન્નીએના આ ચાર ઇમામાએ ઇસ્લામી શરિયતને અર્થ તારવવાના પ્રયાસ કર્યો અને પેાતાતાનું અર્થધટન રજૂ કર્યું. આ રીતે એ ચાર મામેને માનનાર સુન્નીએ ચાર પેટાવિભાગમાં વહેંચાઈ ગયા : એમને અનુક્રમે હનફી, શાઈ, માલિકી અને હુંબલી કહેવામાં આવે છે. તેએ પાતપોતાના ઇમામે રજૂ કરેલા ફિકહ-ઇસ્લામી ધારાશાસ્ત્રમાં સંપૂર્ણ વિશ્વાસ રાખે છે.
શિયાએાના પશુ ઇમામ છે, પરંતુ એમની ઇમામતના આધાર જુદા છે. શિયાના ઇમામ કેવળ રિયતના અથ કરનાર કીહા નથી, તેએ હ. પેગંબર સાહેબના ખાનદાનના, હ. અલી અને હ. ફાતિમાનાં સંતાન હોઈ, પેગંબર સાહેબના કાયદેસરના વારસદાર છે એમ શિયાઓ માને છે. એ એટલે સુધી કે ઇસ્માલી નિઝારી શિયાઓના એટલે કે ગુજરાતના ખેાજાઓના હાલના ઇમામ, ‘નામદાર આગાખાન’ પેાતે પેાતાને હ. અલી અને ક્રાતિમાના વંશજ માને છે.
શિયાએના પ્રથમ ઇમામ હું, અલી સાહેબ છે, ત્યારપછો અનુક્રમે ઇમામ હસન, પ્રમામ હુસેન, અલી અસગર, મુહમ્મદ અલ્ બાકી અને જાર્ અસ્ સાદીક એ કુલ ૭ ઇમામ શિયાઓ માટે સમાન્ય ઇમામ છે, શિયાઓના બધા ફ્રિકા આ ઇમામાને માને છે અને એમને સંપૂર્ણ આદરની દૃષ્ટિથી
જુએ છે.
પરંતુ છઠ્ઠી ઈમામ જાફર અસ સાદીકની વાત (હિ. ૧૪૮, ઈ.સ. ૭૬૫) પછી ઇમામતના વારસાના ઝઘડા ઊભા થયેા.
જે શિયાઓએ હ. જાફર પછી એમના જ્યેષ્ઠ પુત્ર ઇમામ ઇસ્માઇલને દાવા મંજૂર રાખ્યા તેએ! સાખીઇન' (સાત મામેાતે માનનાર) અથવા ‘ઇસ્માઇલી શિયા ' કહેવાયા અને જે શિયાઓએ મૂસા અલ કાઝીમ અને એમના પાંચ