Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩૮)
સલ્તનત કાલ
આગેવાની હેઠળ ઈજિપ્તને શક્તિશાળી નૌકાકાફલો મોકલ્યા. ગુજરાતના નૌકાકાફલાની મલિક અયાઝે આગેવાની લીધી. બંનેએ ભેગા થઈ ફિરંગીઓને મુંબઈની ઉત્તરે આવેલ ચેવલ બંદર નજીક સજજડ હાર આપીર તેમાં વાઈસરોય આભીડાને જુવાન પુત્ર લોરેન્ઝ બહાદુરીપૂર્વક લડતાં લડતાં માર્યો ગયો. એ ફિરંગીઓના ઇતિહાસમાં સુપ્રસિદ્ધ વીર પુરુષ ગણાય. મિરાતે સિકંદરી મુજબ ઝઘડાખોર યુરોપિયનો એ ગરબડ ઊભી કરી લેવાથી સુલતાન મહમૂદ બેગડાએ આક્રમણ કરવાના હેતુથી ચેવલ તરફ કૂચ કરી અને એ દહાણુ સુધી પહોંચે, પણ માર્ગમાં જ એને મલિક અયાઝે મેળવેલા વિજયના સમાચાર મળતાં એણે ખુશ થઈ મલિક અયાઝને માન–પોશાક ભેટ આપ્યો.
અમીડાએ વેર લેવાના હેતુથી દીવ તરફ પ્રયાણ કર્યું અને માર્ગમાં કાંઠા પરની વસ્તીમાં લુંટફાટ કરતો અને સિતમ ગુજારતે એ ૧૫૦૯ના આરંભમાં દીવ આવી પહોંચ્યા. ત્યાં ઈજિપ્તના નૌકાકાફલાને હાર આપીને વેરવિખેર કરી મૂક્યો, જેથી અમીર હુસનને ઈજિત તરફ પાછા ફરવાની ફરજ પડી. આ સમયે મલિક અયાઝે ઇજિપ્તના કાફલાને ખાસ સહાય કરી હોવાનું જણાતું નથી. એણે ફિરંગી સાથે સુલેહ કરી તેથી ફિરંગીઓએ વિજય ઊજવ્યો હતો.'
આમીડાની જગ્યાએ આ ફોન્ઝ દ આબુકર્ક (૧૫૯-૧૫૧૫) ગવર્નર તરીકે આવ્યો. એણે મહત્ત્વાકાંક્ષી અને દૂરદશી નીતિ અપનાવી ને ફિરંગી સત્તાની જમાવટ કરવાના પ્રયાસોને વેગ આપ્યો. દક્ષિણ હિંદનાં રાજ્યોમાં ફિરંગી લાગવગ અને દરિયાઈ અંકુશ વધી રહેલાં જોઈ મહમૂદ બેગડાએ ફિરંગીઓ સાથે સુલેહ કરવાનું યોગ્ય માન્યું અને વાટાઘાટો કરવા માટે આબુકર્ક પાસે પોતાના પ્રતિનિધિને ૧૫૧ (સપ્ટેમ્બર)માં કાનાનોર ખાતે મેકપ એ વખતે આબુકર્ક ગોવા પર કાબૂ ગુમાવ્યો હતો. સુલતાનના પ્રતિનિધિઓ આબુકર્કને બે પત્ર આપ્યા, તેમાં એક પત્ર ગુજરાતની રાધાની ચાંપાનેરમાં કેદ પકડાયેલા ફિરંગીઓનો હતો, જેમણે પિતાને છોડાવવા માટે વિનંતી કરી હતી, બીજો પત્ર ફિરંગીઓના ખાસ મિત્ર તરીકે ઓળખાયેલા મલિક ગોપીનો હતે તેમાં એણે ફિરંગી કેદીઓને છોડાવવાની બાબત ચર્ચા હતી અને ગુજરાતના રાજ્યમાં પોતે એમનો સાચો મિત્ર હેઈને સુલતાન તથા આબુકર્ક વચ્ચે સંગઠન અને મિત્રતા સ્થાપવા બનતું બધું કરી છૂટવા ખાતરી આપી હતી. ફિરંગી વહાણો ગુજરાતને દરિયાઈ વેપાર ખોરવી નહિ નાખે એવી ખાતરી આપવા એક ફિરંગી એલચીને ભેટગાદે સાથે સુલતાન પાસે મોકલવા માગણી કરી હતી.