Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ્રકરણ ૧૫
સ્થાપત્યકીય સ્મારક
(અ) નાગરિક સ્થાપત્ય
નાગરિક સ્થાપત્યમાં પ્રાસાદ ગ્રામ નગર દૃગ જળાશય ઉદ્યાન વગેરેને સમાવેશ કરવામાં આવે છે. આ કાલનાં એ છે સ્મારકોમાંથી કેટલાંક અસ્તિત્વ ધરાવે છે, જેના આધારે શાસ્ત્રીય માહિતી સાથે એને સરખાવવાની અનુકૂળતા રહે છે.
આ કાલમાં સ્થપાયેલાં નગરોમાંથી કેટલાંક જેમનાં તેમ (નહિવત ફેરફાર સાથે) અસ્તિત્વ ધરાવે છે ને કેટલાંકમાં ઘણું બધું પરિવર્તન આવ્યું તેવા છતાં એની મુખ્ય ભૂમિકા ઉપલબ્ધ હોઈ સિદ્ધાંતના કયા આધારે તેઓનું સર્જન થયું હશે એની કલ્પના કરવામાં ખૂબ અનુકુળતા સાંપડે છે. વળી નગરોમાંથી પ્રાસાદે તે નહિ, પણ નગરના કેટલાક હિસ્સાના આધારે પથવિન્યાસ (road planning) અને જાતિવર્ણાધિવાસ(allotment of areas)ની પદ્ધતિઓને કયાસ કાઢી શકાય છે. સામાન્ય રીતે એમ જોવા મળ્યું છે કે આ કાલમાં સ્થપાયેલાં નગરોની ભૂમિકા માટે ભારતીય પુરનિશપદ્ધતિને જ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એના અનુસાર જનસમાજનું વ્યાવસાયિક આયોજન પણ થતું હતું. નગરો સ્થાપવામાં મુખ્યત્વે રાજકીય ધાર્મિક આર્થિક કે મિશ્રા હેતુઓ હોય છે. જેનો હેતુ તેનું આયોજન. અર્થાત એ પરિબળો નગરના કેન્દ્ર અર્થાત પ્રવૃત્તિ-ઉગમસ્થાનરૂ૫ રહેતાં ને નગરને વિકાસ એના ઉપર જ મુખ્યત્વે આધાર રાખતો. નગર-આયોજન
નગરના આયોજનને “સમરાંગણ-સૂત્રધાર” અને “અપરાજિત-પૃચ્છા” “પુરનિવેશ” કહે છે. એમાં સંપૂર્ણ શાસ્ત્રીય રીતે નગરનું આયોજન કેમ કરવું એ અગે વિગતવાર માહિતી આપી છે, જે માહિતીને અત્યારની town