Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ક કં]
મુઝફરશાહ રાજાથી મુઝફરશાહ ૩
[૨૨૧
વધારો થતો રહ્યો. છેવટે સુલતાન ફિરંગીઓને દીવમાંથી હાંકી કાઢવાની પેરવી, રચવા મુહમ્મદાબાદ(ચાંપાનેર)થી દીવ આવ્યો.
ઈ.સ. ૧૫૩૬ ના નવેમ્બરની તા. ૧૩મીએ ખબર આપ્યા વિના કિલ્લાના કપ્તાન મેન્યુઅલ ડિસોઝાને મળવા થોડાક અંગરક્ષકો સાથે સુલતાન બહાદુરશાહ ગયો. એને ત્યાં માન સાથે આવકારવામાં અાવ્યું અને એ સહીસલામત પાછો ફર્યો. એ સમાચાર ગોવામાં ગવર્નરને મળ્યા ત્યારે ગવર્નરે કપ્તાન ડિસોઝા ઉપર સુલતાનને પકડી લેવાની તક જતી કરવા માટે સખ્ત પકે મેકલો.
ઈ.સ. ૧૫૩૬ ના ડિસેમ્બરના અંકમાં ગાવાને ગવર્નર તુને દ કુહા સુલતાને મોકલેલું આમંત્રણ સ્વીકારી૩૮ ગવાથી દીવ આવી પહોંચ્યો. સુલતાને એ પછી ખાણ માટે એને આમંત્રણ પાઠવ્યું. નનને કપ્તાન મારફત ખબર મળી ગઈ હતી કે સુલતાન પિતાને કેદ કરવા માગે છે, એટલે આમંત્રણમાં કાવતરું હેવાન એને ભય જણાયો તેથી નાદુરસ્ત તબિયત હોવાનું બહાનું કાઢી એણે એને અસ્વીકાર કર્યો, તેથી ઈ.સ. ૧૫૩૭ ને ફેબ્રુઆરીની તા. ૧૩ મીએ સુલતાન પિતાના સલાહકારોની સલાહની અવગણના કરીને એને જહાજમાં મળવા ગયો અને ઉચ્ચ કક્ષાના તેર જેટલા પિતાના ખાસ અમલદારોને સાથે રાખ્યા, પણ ત્યાંનું આખું વાતાવરણ કપટ ભરેલું જણાતાં બહાદુરશાહે તરત જ પાછા ફરવાનું યોગ્ય ધાર્યું. જલદીથી ગવર્નરની પરવાનગી લઈ એ પિતાની કીડાનૌકા તરફ જલદી જલદી પાછો ફર્યો અને એમાં બેસી જલદીથી કિનારે પહોંચવા હુકમ કર્યો, પરંતુ એને પીઠે કરી ફિરંગીઓએ એને ડુબાડી દીધી અને એની સાથેનાં તમામ માણસોની કતલ કરી.૩૯ સુલતાનનું મૂલ્યાંકન
સુલતાન બહાદુરશાહે એની આરંભની કારકિર્દી વીરતા અને પરાક્રમોથી ભરપૂર પ્રદર્શિત કરી હતી. એની ચડતીના સમય દરમ્યાન એણે યુદ્ધના મેદાનમાં બતાવેલી બહાદુરીએ મધ્યકાલીન ઈતિહાસમાં એને વિરલ યશ આપે છે, પરંતુ એ અભણ, કૂર અને મોજીલે હતો અને નશામાં ચકચૂર રહેતો હતો તેથી જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ એને ભયાનક મુશ્કેલીઓનો સામનો કરવાના સંજોગ ઉપસ્થિત થતા ગયા. એનું તપખાનું ઉચ્ચ કેટિનું હતું અને એને નૌકાકાફલે બળવાન હતો, પરંતુ શાસક તરીકે વિજયી થવાનો લાભ એ મેળવી શક્યો નહિ. એના સમયમાં એક તરફ રાજ્યને ઝડપી વિકાસ થયો, પરંતુ જે ઝડપથી એણે પ્રદેશ છત્યા તેટલી જ ઝડપથી એણે એ ગુમાવ્યા પણ