Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ ગુજરાતમાં ઇસ્લામને ફેલાવે અને એની અસર
ફિલા
સલ્તનત કાલ દરમ્યાન ઇસ્લામને ફેલાવો અનેક પરિબળોને લઈને વો. એમાં મુસ્લિમ સંતો અને ઉપદેશકોને શાંત પ્રચાર, કેટલાક મુસ્લિમ આક્રમણકારા અમે શાસનકર્તાઓએ એને સ્વીકાર કરાવવા માટે કરેલ જબરજસ્તી, ઇસ્લામ અંગીકાર કરનારને મુસ્લિમ રાજ્ય તરફથી અપાતા વિશિષ્ટ લાભ, હિંદુ સમાજની સ્થિતિ, વગેરેનો સમાવેશ થઈ શકે.
ગુજરાતમાં ઇરલામનો પ્રવેશ ભરૂચ ખંભાત વગેરે સ્થાનોમાં વસેલા અરબી વેપારીઓમાં, સાતમી સદીના અંતમાં કે આઠમી સદીના પ્રારંભમાં થયો હતે અને એમને સંપથી કેટલાક હિંદુઓએ પણ ઇસ્લામ અંગીકાર કર્યો હતે.
સોલંકી કાલ દરમ્યાન એક બાજુએ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં તથા સૌરાષ્ટ્રના સમુદ્રતટવતી પ્રદેશમાં ઇસ્લામના સુન્ની પંથના અનુયાયીઓની વસ્તી વધતી જતી હતી, તો બીજી બાજુ શિયા પંથના ઈસ્માઈલી વહેરા અને ખોજા ફિરકાઓમાં તળ ગુજરાતમાં પ્રવેશ થયો હતો.
૧૪ મી સદીના આરંભમાં અહીં દિલ્હીની સતનતની આણ ફેલાતાં મોટા પાયા પર મુસલમાને આવવા લાગ્યા. ઉત્તર ભારતમાંથી તેમજ ઈરાન ઇજિપ્ત યમન વગેરે દેશમાંથી ઉલેમાઓ, સૂફી સંત અને ધર્મોપદેશક ધર્મપ્રચારાર્થે અહીં ઊતરી આવ્યા.
નાઝિમેના સમય(ઈ.સ. ૧૩૦૪–૧૪૦૩)માં વેચ્છાએ કે નિયંત્રણથી આવેલા ઉલેમાઓ ગુજરાતમાં જે પ્રદેશોમાં મુસિલમ સત્તાના વિસ્તાર થતો હતો ત્યાં જઈ સુન્ની પંથને પ્રચાર કરતા હતા. નાઝિમ ઝફરખાન ફારસીના સમયમાં સંભવતઃ ઈ.સ. ૧૩૭૧ માં ઉલેમાઓના પ્રભાવથી કેટલાક હિંદુઓની સાથે કેટલાક શિયાઓએ પણ સુન્ની પંથ સ્વીકાર્યો હતો. મહમૂદ બેગડાના સમયમાં મજહબના પ્રચારાર્થેમેટી સંખ્યામાં આવેલા ઉલેમાઓએ સૌરાષ્ટ્રમાં ઇસ્લામને વ્યાપક પ્રચાર કર્યો હતો.'