Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૯૮]
તનત કાલ
અવસાન
એ સમયે એની તંદુરસ્તી સારી પણ ન હતી. એણે અગાઉથી જ પોતાના શાહજાદા ખલીલખાનને પોતાનો વલી–અહદ (સલતનતને વારસ) નીમેલ હતે. પિતાનું મૃત્યુ નજીક આવતું હોવાનું જણાતાં સુલતાને એને વડોદરાથી પિતાની પાસે બોલાવી લીધો. ઈ.સ. ૧૫૧૧ ના નવેમ્બરની તા. ૨૩મીએ સુલતાનનું અવસાન થયું. સુલતાનનું મૂલ્યાંકન
મહમૂદશાહ વિચક્ષણ ગુણોવાળો સુલતાન હતો. બાળવયથી જ એ અસાધારણ હિંમત અને ચાલાકી ધરાવતો હતો. એના મોટા ભાઈ કુબુદ્દીન અહમદશાહે એના આ ભાઈ ફહખાનને મારી નાખવા અનેક પ્રયત્ન કર્યા હતા. અંતે ફહખાનને એનાં વાલિદા મુઘલી બીબી સાથે સૂફી હઝરત શાહઆલમની ખાનકાહ(મઠ)માં જવું પડયું હતું. સંતે કરેલ એ ઉપકાર એ કદી ભૂલ્યો ન હતો.
મુસલમાનેએ લખેલા ઈતિહાસમાં અને ગુજરાતના સુલતાનમાં સૌથી મહાન અને સૌથી વિશેષ પ્રજાપ્રિય ગણવામાં આવે છે.૭૫ અતિ ઉત્સાહી અને મહત્ત્વાકાંક્ષી સુલતાન તરીકે ગુજરાતમાં એની ખ્યાતિ રહી છે. ગુજરાતમાં હિંદુ રાજાઓમાંના સિદ્ધરાજ જયસિંહના નામની આસપાસ વિવિધ કથાઓ અને વાર્તાઓ વીંટળાયેલી છે તેવું આ સુલતાનની બાબતમાંય કહેવાતું આવ્યું છે.
એ એક બહાદુર લડવૈયા હતા. જેનપુર દિલ્હી બંગાળ અને કાશ્મીર ઉપરાંત ઈરાન રામ મિસર અને યુરોપથી પણ એના દરબારમાં એલચીઓ ભેટ સાથે આવા કરતા હતા. એનું નામ “બેગડો' પડયું હતું. આના ખુલાસા તરીકે સામાન્ય રીતે એમ મનાય છે કે એણે ગિરનાર અને ચાંપાનેરના એમ બે ગઢ જીત્યા હતા તેથી એ બે ગઢ જીતનાર તરીકે બેગડો” ઉપનામથી ઓળખાયે, પરંતુ મુઘલ શહેનશાહ જહાંગીર એની “તુઝુકે જહાંગીરીમાં એ વિશે લખે છે કે
બેગડા’ શબ્દનો અર્થ ગુજરાતી ભાષામાં વાંકડી મૂછે” એવો થાય છે.* મિતે સિંદરી” અને “મઆસીરે રહીમીમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતી ભાષામાં બે હાથ પહોળા કરીને ઊંચા કરીએ ને જે આકાર થાય તેવાં મોટાં પહોળાં અને વાંકડિયા શિંગડાંવાળા બળદને બેઠો' કહે છે. સુલતાનની મૂછે મેટી અને એવા આકારની હતી તેથી એને “બેગડે કહેતા હતા.
કેટલાક કહે છે કે સુલતાન મહમૂદશાહ એના વ્યક્તિત્વ અને એની રીતભાત માટે છેક યુરોપ સુધી જાણીતે થયો હતો. એની મૂછ એવી તે લાંબી હતી કે