Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સહમત કાલ
પિરિ.
કામગીરી આરંભી હતી. એને કેટલીક નિષ્ફળતા મળ્યા પછી સીદી અલીને આ કામે મોકલ્યો. શરૂઆતમાં એ અરબી સમુદ્રમાં એમનના અખાતમાં ભકત ખાતે ફિરંગીઓ સાથેની લડાઈમાં હારી જતાં ત્યાંથી નાસી છૂટી છેવટે સલામતી મેળવવા ગુજરાતના કાંઠે સૌરાષ્ટ્રમાં આવી પહોંચ્યા. અહીંથી ફિરંગીઓના ભયથી અને દરિયાઈ આફતોથી પરેશાન થઈ છેવટે સુરત જઈ પહોંચ્યા. આ સમયે સુરતમાં ગુજરાતના સુલતાન અહમદ સામે અહીંના ઉમરાવ નાસીર-ઉલૂ-મુલ્ક ફિરંગી સાથે મળી જઈ બંડ કર્યું હતું. સુલતાને આ બડ કેવી રીતે સમાવ્યું એનું સીદી અલીએ વિગતવાર વર્ણન કર્યું છે.
જિંગીઓને કાલે ગુજરાત કાંઠે આવી પહોંચવાની વકી હતી તેથી સીદી અલીએ લડવાની તૈયારી રાખી હતી અને એ સ્થિતિમાં બે મહિના પસાર કર્યો. એ જણાવે છે કે બંડાર નાસીર-ઉમુકે એ ની હત્યા કરાવવા કે એને ઝેર આપવા માટે માણસ રોકળ્યા હતા, પણ એ માણસેના પ્રયાસ નિષ્ફળ ગયા હતા. નાસીર-ઉલ-મુલ્કના અવસાન પછી સુરતના સૂબા ખુદાવંદખાન પાસે ફિરંગીઓનો એલચી આવ્યો અને એણે કહ્યું કે સુરત પ્રત્યે ફિર ગીઓને દુશ્મનાવટ નથી, પણ તુકી નૌકાધિપતિ (સીદી અલી) પ્રત્યે છે તેથી એને ફિરંગીઓને હવાલે કરવો જોઈએ,
ષ્ણ ખુદાવંદખાને આ માગણીને તરત જ નકારી કાઢી. સીદી અલીની નોંધ મુજબ ફિરંગી ગ્લચીની આવી માગણીથી પોતાના સૈનિક ઉશ્કેરાયા અને ફિરંગી એલચીની હત્યા કરવા તત્પર બન્યા, પણ સદી અલીએ પરદેશી ભૂમિ પર આવું કામ કરતાં પોતાના સૈનિકોને અટકાવ્યા હતા.ર3
ઈજિપ્તના પિતાના તુક નકા કાફલાની સ્થિતિ વર્ણવતાં સીદી અલીની કપરી સ્થિતિને ખ્યાલ આવે છે. એને કાલે ઘણું મહિનાથી સુરતમાં અટકી પડ્યો હતો, તેથી એના સૈનિકે અને ખલાસીઓ બેચેન બન્યા હતા. બે વર્ષ સુધી એમને પગાર મળ્યો ન હતો. એમને સરંજામ ખલાસ થયેલ હતું. એમનાં જહાજ બિસ્માર હાલતમાં હતાં તેથી ઇજિપ્ત પાછા ફરવાનું એમને માટે અશક્ય હતું. આવી સ્થિતિમાં કેટલાકે સુરત અને ભરૂચના સૂબાઓની નોકરી સ્વીકારી. વળી લશ્કરી સરસામાન પણ સુરતના સૂબા ખુદાવંદખાન વેચી દે પડ્યો. આમ કાલે વેરવિખેર થઈ જતાં એ પિતે તથા ઈજિપ્તના સુલતાનના પહેરેગીરેનો વડે મુસ્તફા આગા ૫૦ અમલદારે સાથે અમદાવાદ તરફ રવાના થરા (૧૫૫૪). એને ઈરાદો ગુજરાતથી જમીનમાગે તુકી જવાને હતો.
અમદાવાદના માર્ગે ભરૂચ વડોદરા અને ચાંપાનેર થઈને જતાં રસ્તામાં