Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૫ મુ]
સ્થાપત્યય સ્મારક
[૪૫
વિકાસમાં આગવું સ્થાન સ્વીકારવું પડે, કારણ કે આની અભિવ્યક્તિની પદ્ધતિ મિનારાના વિકાસના તબક્કાના સાતત્યને બદલે પશ્ચિમ એશિયાની મસ્જિદના સીધા અનુકરણરૂપ વધારે જોવા મળે છે.
હિલાલખાન કાજીની મસ્જિદથી વિકાસવા માંડેલા મિનારાના રૂપને અમદાવાદની અહમદશાહની મસ્જિદમાં દીવાલની બહાર નીકળતું જોઈ શકીએ છીએ. સાથે સાથે એમાં ફરતી સીડીને પ્રવેશ, ઉપર જવાની સગવડ, વગેરે પણ વિકસેલાં જોઈએ છીએ. એના પછીનું એનું રૂપ અહીંની જુમ્મા મસ્જિદમાં દીવાલ કરતાં લગભગ પણ બે ગણી ઊંચાઈના મિનારામાં જોવા મળે છે. એ મિનારા પછી તૂટી પડેલા છે. મિનારાનું વિકસિત ને શ્રેષ્ઠ રૂપ મહમૂદ બેગડાના સમયમાં થયેલું પ્રાપ્ય મસ્જિદના આધારે સ્પષ્ટ પણે જાણી શકાય છે. એમાંય રાજપુરની બીબીજીકી મસ્જિદ (પટ્ટ ૧૮, આ. ૩૬)માં, તેમજ સ્ટેશન પાસે સારંગપુર દરવાજાની સામે આવેલી સીદી બશીરની હાલતા મિનારાવાળી મસ્જિદમાં મિનારાની રચના પૂર્ણ વિકસિત જેવા મળે છે. આવા મિનારા લગભગ મોટા ભાગની અમદાવાદની મસ્જિદમાં, ધોળકાની જામી મજિદમાં. ચાંપાનેરની મસ્જિદમાં તેમજ બીજે પણ જોવા મળે છે.
મિનારાઓના વિકાસની પૂર્ણતા દ્વારા હાલતા મિનારા એ ઇસ્લામી સ્થાપત્યના સવિશેષ અંગ તરીકે તેમજ જગતના આશ્ચર્ય તરીકે વિશિષ્ટ સ્થાન પામ્યા છે.૫૫
ગુજરાતની સલ્તનત કાલની ગણનાપાત્ર મસ્જિદો આ પ્રમાણે છે :
ભરૂથની જામી મસિજદ-કાલાનુક્રમની દષ્ટિએ સૌ પ્રથમ ભરૂચની મસ્જિદને અસ્તિત્વ ધરાવતી મજિદોમાં ગણી શકાય. ઈ.સ. ૧૨૯૭ માં અલાઉદ્દીન ખલજીએ ભરૂચ જીતી ઘણાં મંદિરને વિધ્વંસ કર્યો ને કહેવાય છે કે એમાંના એક મંદિરના સ્થાન પર અનેક મંદિરના અવશેષોમાંથી જામી મજિદનું નિર્માણ કર્યું. બાંધકામ-પદ્ધતિ, સ્તંભનું સ્વરૂપ, દ્વારશાખા, મિહરાબની રચના, મિનારાનો અભાવ વગેરે એના પુરાવારૂપ છે. વધારેમાં વધારે ત્રણ મંદિરોને સરસામાન આમાં વપરાયેલ છે. હું મટના ભાગમાં ને ભીંતના મધ્યભાગમાં ને કે કોંક્રીટ ને રોડાં વાપરેલાં છે, બાકીના ભાગ સૂને વાપર્યા વિના પ્રચલિત પદ્ધતિ પ્રમાણે એકબીજા પર મૂકેલા છે અને આગળના ભાગમાં મિનાર કે કમાન બનાવડાવવાનો સમય મળ્યો ન હોય તેમ એકલા સ્તંભો પર રચના કરી છે. તંભોમાં હિંદુ-જૈન કતરણી સ્પષ્ટ જોવા મળે છે, જ્યારે વિતાનેને સીધે જ ઉપયોગ કરી બહારની બાજુથી એને ચૂને કોંક્રીટ વગેરેથી અર્ધગોળ આકારના બનાવવા પ્રયત્ન કર્યો છે.