Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૯ મું]
સામાજિક સ્થિતિ
[૨૭૫
પતે ધમતર કર્યા પહેલાં પોતે જે જાતિના હતા તે જાતિના રિવાજો પ્રમાણે ચાલુ રાખ્યા હતા. મતિયાઓમાં મૃત શરીરને બાળવામાં આવે છે, પરંતુ બાકી રહેલાં હાડકાંને દાટવામાં આવે છે. ૫૪ ખોરાક અને પોશાક
એ સમયને સામાન્ય મુસલમાન લાંબું કરતું, અને સદરો પહેરત અને માથા ઉપર પાધડી (અમ્મામા) બાંધતા. તેઓએ ભારતના મૂળ રહેવાસીઓ જેવો પહેરવેશ ચાલુ રાખ્યો હતો. અલબત્ત ઉલમાઓની પાઘડીઓ જુદા પ્રકારની રહેતી.
સ્ત્રીઓ પાયજામ કરતું અને દુપટો પહેરતી ને બુરખો રાખતી. પણ
ગુજરાતી મુસલમાનો માંસાહાર તો કરતા, પરંતુ એ સાથે એમને ખોરાક ખાસ કરીને ખીચડીને હતો. અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં રાત્રે અને સુરતમાં સવારે ખીચડી ખાવાનો રિવાજ હતો. રાત્રે ખીચડી ખાવાનો રિવાજ ઘણા વખતથી ચાલ્યો આવતો હતો. અહમદશાહ ૧ લે અને હજરત શેખ અહમદ. ખદ બંને રાત્રે ખીચડી ખાતા હતા.૫૮
એ ઉપરાંત તેઓને સમોસાં મીઠાઈઓ અને ખાંડ-ઘી–ચોખાની વાનગીઓ ખાવાનો વિશેષ શોખ હતો. સુલતાન મુઝફફરશાહ ૩ જાના સમયમાં લેકે નાસ્તામાં મીઠાઈ ખાતા હતા. જમી રહ્યા પછી પાન અને અત્તર લેવાનો રિવાજ પણ હતો.પ૯ ધાર્મિક ઉત્સવ | મુસ્લિમ ધર્મપ્રેમી પ્રજા છે, તેથી તેઓ અનેક ધાર્મિક અને સામાજિક ઉત્સવ તથા તહેવારો ઊજવતા. મેહરમ રમજાન-ઈદ અને બકરી-ઈદ સિવાયના બીજા પવિત્ર દિવસ શિયાઓ અને સુનીઓ જુદા જુદા પાળતા હતા. • મોહરમ અને તાજિયા, આશુરા, બારાવફાત, શબે મેરાજ, શબે બરાત, શબે કદ્ર. રમજાન ઈદ, બકરી-ઈદ વગેરે તેઓના પવિત્ર તહેવાર હતા. તેઓ આ બધા તહેવારને ખૂબ જ આદર અને ઉત્સાહથી ઊજવતા. શિક્ષણ
ગુજરાતમાં સતત સમય દરમ્યાન મુસલમાનોની વસ્તી ગામેગામ અને શહેરે શહેરમાં સારી એવી સંખ્યામાં થઈ હતી. કેટલાંક શહેરોમાં તો દસ દસ હજારની વસ્તી હતી. અસલ હિંદુસ્તાની સલથી ઉત્પન્ન થયેલાં બાળકોને “બયાસરા” કહેતા. બયાસરા એટલે “બે જુદી નસલનાં સ્ત્રીપુરુષ દ્વારા ઉત્પન્ન થયેલ ઓલાદ”. આવાં બાળકો માટે તાલીમની જુદી વ્યવસ્થા જરૂરી હતી અને તેથી એમને માટે દરેક સ્થળે મદરેસાની સ્થાપના કરવામાં આવી હતી. સુલતાન અહમદશાહ ૧ લાના સમયમાં ઘણી મદરેસા સ્થાપવામાં આવી હતી.