Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૦]
સલતનત કાલ
પાટણના હિંદુ રાજાઓ પોતાની સત્તા નીચેના પ્રદેશ ઉપર વ્યવસ્થિત રીતનો વહીવટ સાચવી શક્યા ન હતા અને સરહદી પ્રદેશો એમના કબજા હેઠળ રહ્યા ન હતા. રાજધાનીથી દૂરના ઠાકોર અને જમીનદારો વતંત્ર થઈ ગયા હતા. પહાડો અને જંગલમાં તેમજ કાંઠા ઉપર વસતા ભીલ અને કળીઓ તોફાને ચડ્યા હતા. એ વખતે આબુ પહાડની ઉત્તરેથી તથા જાલોરની દક્ષિણથી માંડી ઠેઠ મુંબઈ નજીક સુધી અને માળવા અને ખાનદેશના પહાડની પટ્ટીની સરહદથી માંડી પશ્ચિમ કિનારાના છેડા સુધી પ્રદેશ ગુજરાત ગણાતો હતો.
ખલજી સુલતાને પછી તુગલક સુલતાનના અમલ નીચે ગુજરાત આવ્યું ત્યારે એમની હકૂમત દક્ષિણે થાણ સુધી, ઉત્તરે આવેલા ધોળકા અને ધંધુકાથી માંડી સમુદ્રના કિનારે કિનારે સોમનાથ સુધી ને પછી શિરેહીની હદની નીચેથી માંડી મેવાડ, ખાનદેશ અને નાશિકના પ્રદેશની સીમા સુધી હતી ને પશ્ચિમમાં ઝાલાવાડ અને સોરઠ એમના તાબા નીચે હતા. કચછ અને સૌરાષ્ટ્રને મોટો ભાગ ખલજી તેમજ તુગલક સુલતાનની હકુમત બહાર રહ્યો હતો.
છેલ્લે નાઝિમ ઝફરખાન જે ભાગ ઉપર હકૂમત કરતો હતો તે ઘણો જ નાનો હતો. એક તરફ જાલેર અને શિરોહીનાં સ્વતંત્ર રાજ્ય હતાં. ઈડરના રાજાના તાબામાં પહાડની પશ્ચિમ ભાગ હતું અને એને બાકીનો ભાગ ભીલે અને કાળીઓના કબજામાં હતા. ત્યાં કેટલાક રાજપૂત ઠાકોરોનાં નાનાં રાજ્ય હતાં. સૌરાષ્ટ્રના દ્વીપકલ્પનો મોટો ભાગ કેટલીક હિંદુ જાતિઓના કબજામાં હતો. પૂર્વમાં ચાંપાનેરનો કિલ્લે એક રાજાની સત્તા નીચે હતો. ઝફરખાન ગુજરાતના દક્ષિણના ભાગ ઉપર કબજો ધરાવતો ન હતો. માળવા અને ખાનદેશ એને ખંડણી આપતા હતા. નાઝિમ
દિલ્હીને સુલતાન નામાંકિત અમીરામાંથી નાઝમની નિમણૂક કરતો હતે. પ્રદેશમાં એ સંપૂર્ણ સત્તા ભોગવતો હતો. સરહદોનું રક્ષણ કરવું અને આંતરિક વ્યવસ્થા જાળવવી એ એની મુખ્ય ફરજ હતી. પ્રદેશમાંથી મહેસૂલ ઉઘરાવી વહીવટી ખર્ચ બાદ જતાં જે કંઈ રહેતું તે કેંદ્રની તિજારીમાં એ મોકલી આપતો હતો. આમ એ ઉલમાઓ, સૈનિકે, મુસ્લિમ અને મુલકી કર્મચારીઓની સંભાળ રાખવાનું, લોકો સુખી રહે અને ખેતીવાડીને ઉત્તેજન મળે એ માટે પગલાં લેવાનું
અને કાયદા કાનૂનનું પાલન થાય અને સુલેહશાંતિ જળવાય એ બાબતની કાળજી રાખવાનું એ પ્રકારની એની ફરજે હતી. મૂળ તે નાઝિમને વેતન પેટે જાગીર મળતી હતી, પરંતુ પાછળથી સુલતાન અલાઉદ્દીન ખલજીએ એ નિયમ રદબાતલ કર્યો હતો,