Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
વાત સાલ
આયોજન અને બાંધકામ-પદ્ધતિ
ઈ.સ. ૧૩૦૦ની આસપાસમાં મુસ્લિમ સત્તાની સ્થાપનાની સાથે સાથે ગુજરાતનાં અગત્યનાં કેદ્રોમાં, જ્યાં મુસ્લિમ શાસન અને વસ્તીનું પ્રમાણ નેધ. પાત્ર હતું ત્યાં, જામા મસ્જિદની રચના કરવામાં આવી હતી. આ કાલની કેટલીક મસ્જિદોના બાંધકામમાં મંદિરોના વિવિધ ભાગોને ઉપયોગ સીધેસીધે કરવામાં આવેલો જોવા મળે છે. મંદિરની રચના માટેના આવશ્યક ક્ષેત્રફળ અને મસ્જિદની રચના માટેની જગાના આવશ્યક ક્ષેત્રફળમાં તફાવત છે, કારણ કે મસ્જિદ સામુદાયિક પ્રાર્થનાસ્થળ હોઈ એને માટે સ્વાભાવિક રીતે વધારે વિસ્તારની જરૂર પડે, એટલે એકાદ મંદિરના કાટમાળમાંથી એક મસ્જિદ ન થઈ શકે. કદાચ નાની મસ્જિદ આકાર લઈ શકે, પણ મસ્જિદમાં લિવાન મિહરાબ સિંબર એ બધાં મસ્જિદનાં આવશ્યક અંગ સમાવવાં અનિવાર્ય હતાં. વળી ઉપરના આછાદન માટે અરબસ્તાન અને ઈરાનમાં મજિદો પર મોટા ગોળ ઘુંમટ થતા, જ્યારે અહીં મંદિરને ઊંચાં શિખર થતાં હતાં. વળી ત્યાંની અને અહીંની રચનાપદ્ધતિમાં પણ તફાવત હતો. એમ છતાં અહીં તાત્કાલિક પ્રાપ્ય સગવડમાં મંદિરોના થાંભલા, ઉપરનાં વિતાન, તેમજ ફરસબંધી માટે પથ્થર આટલું તે સીધેસીધું વાપરી શકાય એમ હતું. વળી ભારતની તત્કાલીન બાંધકામની પદ્ધતિ પણ સાદી અને પથ્થરને એક પર એક મૂકીને વજનને સીધું જમીનમાં ઊભેથી ઉતારવાની (vertical load-bearing) પદ્ધતિ અને સ્તંભપાટડાને એકબીજા પર ઈ પણ જાતના સિમેન્ટ કે કૈકીટની મદદ વિના ખાંચા-ખાડા પાડી જોડવાની પદ્ધતિ હતી; જેથી શિખર રવતંત્ર રહી શકે તે એને ભાર રસ્તંભ પર ને દીવાલ પર ( હેય તો) સીધેસીધે લઈ જવાય. મરિજદમાં શિખરનો ભાગ જે સીધેસીધે એ જ રૂપે આવે તે રીતે વપરાય તે તો એને દેખાવ પાછો મંદિરને મળતો થઈ જાય. તેથી શિખરનું આખુંય માળખું (structure) એમ ને એમ તે કામ ન લાગે છતાં ઉપરના આચ્છાદન વિના ચાલે પણ નહિ. તેથી વચલો રસ્તો કાઢવામાં આવ્યો કે શિખરને ઉપર વાળો ભાગ ઉપગમાં ન લેતાં એની અંદરના આછાદન (covering) પૂરું પડતા ભાગનો ઉપયોગ કર્યો. આ છતના ભાગને ઉપયોગ કરવામાં પ્રશ્ન એ થત હતો કે એને ઉપરનો ભાગ જે શિખરના ઉપરના ભાગના પડની નીચે આવતે હતો અને જેમાં કોતરકામ કે સરખાઈ આવેલી ન હતી તેને કઈ રીતે ઢાંક? કારણ કે એમને એમ તો એ વરવો લાગતે અને એમાં પાણી પ્રવેશવાને ભય પણ રહેતો. એના ઉકેલરૂપે એમણે રડાં મરડિયા અને ચૂનાને ઉપયોગ કરીને કોટ