Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સલતનત કાલ
[s
દૃષ્ટિને અસર કરે તેવી બનાવવામાં આવી. બંનેનું જોડાણ પ્રચલિત પદ્ધતિએ જ એટલે ખાડો પાડી નરમાદા પદ્ધતિથી ગોઠવી દેવાનું જ ચાલુ રહ્યું. આમાં આયોજન અને મજબૂતીના ખ્યાલથી કુંભીને દેવવામાં આવીપર અને પાછળથી બેવડાવવામાં આવી. ઘણી વાર છેક નીચેનો ભાગ જુદે તૈયાર કરી વપરાતો. હિંદુ સ્તંભેમાં મુખ્યત્વે સજીવ તોનાં શિલ્પ રહેતાં, જેને નાબૂદ કરી વાપરવાનાં હાઈ કતિરકામ કરવાને બદલે મોટા ભાગને સમય એમને સરખી રીતે નાબૂદ કરવામાં જતો. જ્યાં ઉતાવળે બાંધકામ કરવામાં આવ્યું છે ત્યાં ઘણી વાર આ બધાં શિલ્પને ઉપર ઉપરથી ઘસી નાંખી ઓળખાય નહિ તેવાં બનાવવામાં આવ્યાં છે, તે ક્યાંક કયાંક એ જેવાં ને તેવાં જ દેખાય છે (પટ્ટ ૧૫, આ. ૩૨). શરૂઆતના સમયમાં આમ વધારે બન્યું છે.
લિવાનને ઉપર ઘુમટોથી આચ્છાદિત કરવાની પદ્ધતિ થતાં વાર ન લાગી, પરંતુ દીવાલની રચના ને મજબૂતી પણ સમગ્ર મજિદના રૂપના અનુસંધાનમાં હેવી જોઈએ, તેથી એને પથરની કરી. પ્રશ્ન એ હતો કે આટલી લાંબી દીવાલના પથ્થર તાત્કાલિક લાવવા ક્યાંથી? મંદિરનાં મંડોવર જગતી વગેરેને સીધો ઉપયોગ થયો ત્યાં કર્યો, પણ એનાથી પૂરી દીવાલે બની શકી નહિ. બીજી બાજુ મંડોવર પર સજીવ પ્રાણીઓનાં શિલ્પ હોવાથી એ સીધેસીધાં દીવાલમાં વપરાય નહિ અને જરૂરિયાત કરતાં આમાંથી મળતા પથ્થર એાછા હોવાથી વચલો રસ્તો કાઢવાની ફરજ પડી આ દીવાલ પણ હિંદુ માપમાં જ અને એને અનુરૂપ કરવાની જરૂર પડી. તેથી એની જાડાઈ પણ સ્તંભની કુંભીની પહેળાઈ અનુસાર જ કરવી આવશ્યક બની. પણ પૂરતા પથ્થર ન હોવાથી દીવાલને બહારના અને અંદરના ભાગને પથ્થરથી મઢવા અને વચ્ચેને ભાગ ઈ રોડાં ચૂનો કોંક્રીટ વગેરેથી મજબૂત રીતે પૂરવાની યુક્તિ શેધી કાઢી, પરિણામે પથ્થરની તંગીને, હિંદુ માપ અને દીવાલના જરૂરી સામાનને પ્રશ્ન છોકલી ગયે.
સળંગ દીવાલ કરવાનું આમ સરળ બન્યું, પરંતુ દીવાલમાં મિહરાબ બનાવવાને પ્રશ્ન હતો જ. જે મિહરાબની જગાની પાછલી બાજુ સળંગ લેવામાં આવે તે દીવાલને આગળનો ભાગ કમજોર બને. વળી સીધી સળંગ દીવાલના કારણે દિશાજ્ઞાનને તેમજ મજિદના જેવા અગત્યના અંગને ખ્યાલ ન આવે. આ કારણે દીવાલની પાછલી બાજુ ઉપસાવવાનું જરૂરી બન્યું અને એ માટે દીવાલની જાડાઈ જેટલી જ મિહરાબની દીવાલેની જાડાઈ રાખવાની પદ્ધતિ શરૂ કરાઈ. આના કારણે જ બધી મસ્જિદની મિહરાબની પાછલી બાજુ ઊપસેલી જોવા મળે છે,