Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૭૪]
સતનત કાલ
ઉત્તરીય અને કટિ પર સરસ રીતે ગોઠવેલું કટિવસ્ત્ર, એના પરની કટિમેખલા અને પગમાં ઘૂંટણ સુધીનાં ઉપાન શોભે છે. દેવના મુખ પર પ્રશાંત ભાવ પ્રસરી રહ્યો છે. મસ્તકના પાછળના ભાગમાં પ્રભાવલી આલેખાઈ નથી. સૂર્યને પરિવાર દેવતાઓમાં પગ પાસે જમણી બાજુએ દેવી નિશ્રુભા તથા પ્રતિહારી પિંગળની અને ડાબી બાજુએ દેવી રાજ્ઞી અને પ્રતિહારી દંડની નાની આકૃતિઓ કંડારેલી છે. નિષ્ણુભાના ડાબા હાથમાં અને રાજ્ઞીના જમણા હાથમાં મૃણાલદંડ શોભે છે.
સૂર્યાણીની મૂર્તિ પણ સમભંગમાં છે. દેવીના શિર પર અષ્ટોણ કિરીટમુકુટ, ખભા સુધી લટકતાં સુંદર કપુર, કંઠમાં મુક્તામાળા, પીન પયોધરો. વચ્ચે આકર્ષક રીતે ગોઠવાયેલાં ઉત્તરીય, કટિવસ્ત્ર અને એની પરની કટિમેખલી, જમણા હાથમાં પૂર્ણ વિકસિત પદ્મ અને ડાબા હાથમાં કલશ છે. દેવીના હાથમાં બિજેરાને બદલે કળાનું આલેખન કર્યું છે તે વિશિષ્ટ છે. દેવીના મુખ પર સૌમ્યતાને ભાવ પ્રસરતા જોવા મળે છે. એની બંને બાજુમાં કંડારેલી પદ્મ ધારી પ્રતિહારી તથા પરિચારિકાઓની આકૃતિઓ સુંદરતામાં વધારો કરે છે.
લક્ષણેની દષ્ટિએ આ મૂર્તિઓ ઈ.સ.ની ૧૪મી સદીના અંતન કે ૧૫ મી સદીની હોવાનું મનાય છે.
થાનના જુના સૂર્યમંદિરમાં શ્યામ શિલાની બનેલી સૂર્ય સંજ્ઞા અને છાયાની ત્રણ પ્રતિમાઓ મનોહર છે. ત્રણેય દેવતાઓએ પોતાના બંને હાથમાં કમળ–નાળ ધારણ કરેલ છે. સૂર્યના મસ્તકને ફરતું પ્રભામંડળ કંડારેલું છે. આ પ્રતિમા એની આજે પૂજા થતી હોવાથી એમની મૂળ વેશભૂષા અર્વાચીન વસ્ત્રો નીચે ઢંકાઈ જાય છે.
પ્રભાસપાટણમાં આ કાલનાં મનાતાં બે સૂર્યમંદિરની દીવાલો પર સૂર્યની પરંપરાગત શૈલીની મૂર્તિઓ ચોડેલી જોવા મળે છે. અહીંથી મળેલી કેટલીક સૂર્ય પ્રતિમાઓ પ્રભાસપાટણ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. આ બધી મૂર્તિઓ ખંડિત અવસ્થામાં છે.
પળો વિસ્તારના અભાપુરના શિવશક્તિ મંદિરમાંથી મળેલા સ્તંભો પર કંડારેલાં સપ્ત માતૃકાઓ પૈકીના બ્રાહ્મી અને વૈષ્ણવીનાં મૂતિશિલ્પ સેંધપાત્ર છે. બ્રાહી(પટ્ટ ૩૧, આ. ૫૧)ના ડાબા ઉપલા હાથમાં પુસ્તક અને નીચલા હાથમાં કમંડળ છે, જ્યારે જમણે ઉપલે હાથ ખંડિત છે, જેમાં સૂત્ર ધારણ કર્યું હોવાનું જણાય છે. નીચલો હાથ વરદ મુદ્રામાં છે. વૈષ્ણવ (૫ટ્ટ ૩૧, આ. પર)ના ચાર હાથ પૈકીને ત્રણ ખંડિત છે. નીચલે જમણે હાથ પદ્મ