Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૫ સુ]
સ્થાપત્યકીય સ્મારકા
[૪૧
અહીંની વિશેષતા એ છે કે એમાં કયાંય સાવ મિશ્રગુ કરીને રૂપ-પ્રતીને સંમિલિત ન કરી દેતાં અંતેના વિસ્તાર જુદા રાખી બતે વચ્ચે આયેાજના ઊભી કરી છે. મિહરાબ તુલનાત્મક દૃષ્ટિએ સાદા લાગવા છતાં પ્રમાણસરના સુશાભને વાળે છે તે એમાંય કેંદ્રમાંનું પ્રફુલ્લ પદ્મ અને અમૃતકલશ તથા શૃંખલાએ। અસાધારણ મૃદુતાથી કંડાર્યા છે. કેંદ્રીય મિહરાબ ખાસ્સા ઊડે છે, જેના ઉપરના ભાગ મિશ્રરૂપેાથી કડાયેલ છે, મસ્જિદનાં પ્રવેશદ્વાર પણ ખૂબ જ સુંદર રીતે કતરેલાં છે. મસ્જિદમાં સુંદર જાળીદાર મુલુકખાનું પણ છે. દીવાલમાં ૧૬ જાળીવાળી બારીએ છે અને બીજી બંને બાજુ મે છે. મસ્જિદના બાંધકામની એક ખૂબી એ જોવા મળે છે કે અહીં પ્રચલિત ભારતીય બાંધકામ પદ્ધતિને ઉપયેગ કરવા ઉપરાંત કેંદ્રીય 'મટ બનાવવામાં કમાનદારી રચનાપતિ(archated system)ના સમજપૂર્વક ઉપયાગ જોવા મળે છે; જોકે ચાંપાનેરમાં બીજા મકાનેમાં પણ કયાંક કુથાંક ના ઉપયાગ જોવાય છે.
ચાંપાનેરના રાજો-રાજા-સ્થાપત્યમાં સલ્તનત કાલનું શ્રેષ્ઠ સર્જે ત ગણી શકાય તેવા આ રાજો ચાંપાનેરમાં છે. એને ધુમટ પડી ગયેા છે. વળી એ કંઈ ખાસ મેટા પણ નથી, અને એમાં પ્રવેશ માટે ચારે બાજુ એક એક કમાનવાળું દ્વાર છે. કમાનની ઉપરના ભાગ અતિસુંદર નકશીવાળા છે. આ નકશીમાં સુંદર નાનકડા ગેાખની સુશાભના ઉત્તમ રીતે કરેલી છે અને સુંદર ભલેથી અલકૃત કરેલી છે. સૌથી વધુ સુંદર તેા એના સ્ત ંભ છે, જે અસાધારણ સુંદર કલાત્મક ગતિશીલ લચકદાર ફૂલપત્તીના રૂપાંકનથી બનાવેલ છે. અસાધારણ દક્ષતાથી કંડારેલ આ સ્તંભો આ રેજાને સ્થાપત્યના ઉત્તમ નમૂનાની હરેાળમાં મૂકે છે,
ચાંપાનેરની નગીના મરિજદ—કોટથી થોડેક દૂર આ મસ્જિદ આવેલી છે. આમ તે। જામી મસ્જિદ કરતાં નાની છે, પરંતુ કારીગરીની દૃષ્ટિએ સારી હોવાથી નગીના' નામ પડેલું છે. એના વચ્ચેના ભાગમાં કરેલા મિનારા હજી હયાત છે તે ખૂબ જ રસપૂર્વક કંડારેલા છે. એના ગામમાં ઉત્તમ લચકદાર ફૂલપત્તીનાં, અમદાવાદમાં જોવા મળતાં, રૂપાંકન છે.
ખડિયેર રાજો—એ મસ્જિદની સામે એક ખડિયેર રાજો છે. એમાંની જાળીએ નાશ પામી છે. એતી ચરે,બાજુ છ તભાવાળી આચ્યાદિત છત્રીએ પશ્ચિમની બાજુ જરા આગળ ધારેલી છે. વચ્ચેને મટ ઇટાનેા ખનેલે છે, જે હજીય જોવા મળે છે. આજુબાજુના નાના હ્યુમર સાદા છે.