Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સલ્તનત ફાલ
[પ્ર•
આ વખતે સુલતાન મુઝફ્ફરશાહે દશ હજાર ઘેાડેસવારેાના લશ્કર સાથે અમીર આસખાનને માળવામાં સુલતાન મહમૂદશાહને એના દુશ્મને સામે મદદ કરવા રાખ્યા.
૧૦]
મુહમ્મદાબાદ પહોંચ્યા બાદ સુલતાન મુઝફ્ફરશાહે પાટણના પ્રદેશમાં લૂટફ્રાટ કરતા રાવ રાયમલને નમાવવા ઈડર તરફ કૂચ કરી (ઈ.સ. ૧૫૧૯). રાયપલને આથી ડુ ંગરામાં ભાગી જવું પડયુ.. સુલતાને એ પ્રદેશમાં રહી થાણેદાર નીમ્યા.
ઈ સ. ૧૫૧૯માં મહારાણા સંગ્રામસિંહે માળવાના સુલતાન મહમૂદશાહને અને દશ હજાર ઘેાડેસવારેાના ગુજરાતી લશ્કરને ગાગ્રાન॰ આગળ ભારે શિકસ્ત આપી અને સુલતાનને કેદ કર્યાં. આ સાંભળી સુલતાન મુઝફ્ફરશાહે વધારાની લશ્કરી મદદ માળવા માકલી, પરંતુ એની સેવાની જરૂર પડી નહિ, કારણ કે મહારાણાએ ઉદારતા દાખવી સુલતાન મહમૂદશાહને મુક્ત કરીને એનું રાજ્ય પાછું સાંપી દીધું.
ચિત્તોડના મહારાણા સગ્રામસિંહનુ' આક્રમણ
ઈ.સ. ૧૫૬૦માં સુલતાન મુઝફ્ફરશાહે પતાઈ રાવળના પુત્ર મલેક હુસેન નિઝામુલ મુકને ‘મુબારિઝુલ મુક'ના ખિતાબ આપીને ઇડરમાંના ગુજરાતી લશ્કરને રાહત આપવા માકલ્યે. એ મહારાણી સંગ્રામસિંહ પ્રત્યે ધણું હીણું વલણ ધરાવતા ડાવાના સમાચાર મહારાણાને મળતાં મહારાણાએ ઈડર પર ચડાઈ કરી. ડિરમાંથી મુસ્લિમ લશ્કર અહમદનગર (હિંમતનગર) નાસી છૂટયુ' અને મહારાણાએ ઈડરના બજો લઈ એની ગાદી ઉપર રાયમલને બેસાડયો.
એ પછી અહમદનગર પર આક્રમણ કરી મુબારિઝુલમુકને શિકસ્ત આપી અને એ નગરને લૂંટી રાણા આગળ વધ્યા. એણે વડનગર કબજે કર્યું, ત્યાંથી વીસનગર પર આક્રમણુ કરી ત્યાંના રક્ષક સૈન્યને હરાવ્યું, નગરને લૂંટયુ. અને એ પછી એ મેવાડ પરત ગયા.૮
એ પછી મુબારિઝુમુલ્ક એક નાની ફાજ સાથે અહમદનગર પાા કર્યાં અને ત્યાં માર્યા ગયેલા સૈનિકાની દફન–ક્રિયા કરાવી.
સેવાડ પર ચડાઈ
ઈ.સ. ૧૫૨૧ ના જાન્યુઆરીમાં ઉપરની શિકતનું વેર લેવા સુલતાન મુઝફ્ફરશાહે એક માટું લશ્કર આપી સેારઠના મલેક અયાઝને મેવાડ જીતવા રવાના કર્યાં. ચિત્તોડ તરફ્ જતાં રસ્તામાં ગુજરાતી લશ્કરે ડુંગરપુર વાંસવાડા વગેરે રથળાના