Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૧ સુ’]
ભાષા અને સાહિત્ય
[૨૦૧
મતે શ્વેતાંબર જૈનેાએ હરિભદ્રસૂરિવાળી ભાષાલાક્ષણિકતાનેા સમાદર કર્યા હતા. એને વિકાસ આપણે શાલિભદ્રસૂરિના · ભરતેશ્વર-૧ાહુબલિરાસ ’(સ', ૧૨૨૧ઈ.સ. ૧૧૮૫) થી શરૂ થતી રચનાઓમાં અનુભવીએ છીએ.એ રવરૂપ તે ઉત્તર ગૌર્જર અપભ્રંશ’તુ
'
આમ નરસિંહ મહેતાના ઉદય સાથે તળ ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છનું લાક્ષણિક ભાષા-સ્વરૂપ ભાલણની ‘ગુજર ભાખા’ત ચિરતા કરતુ સાહજિક રીતે જોવા મળે છે. આ સમય ની ભાષા –ભૂમિકાનું ડો. તસ્તિતારિએ ‘ જૂની પશ્ચિમી રાજસ્થાની' (Old Western Rajasthani) નામ આપ્યું છે. આને અનુલક્ષીને ડૉ, ઉમાશ કર બેશીએ ‘મારુ-ગુજર' નામની હિમાયત કરી છે,૯ ડો. ત્સિતારિને એની જૂની પશ્ચિમી રાજસ્થાનીની નોંધ” માટે જે કૃતિ મળેલી તેએમાં ૧૯ ગુજરાતી લાક્ષણિકતાવાળી હતી ૧૦ અને ૫ મારવાડી લાક્ષણિકતાવાળી હતી. એમણે ભેદ બતાવીને પણ એ બેઉતે એક ગણી ઉક્ત સંજ્ઞા આપી. ડૉ. ઉમાશંકર જોશીએ એ કારણે મારુ-ગુર્જર' સત્તા સૂચવી, પણ હકીકતે ડૉ. તેસ્સિસ્તારિને મળેલી ગુજરાતનો લાક્ષણિકતાવાળી ૧૯ કૃતિમાં શુદ્ધ ગુજરાતી અંશની પ્રધાનતાવાળી હતી, અર્થાત્ કે પ્રાંતીય ભેદ અલગ પડી જ ગયેલા હતા, તથ! ‘મારુ-ગુર' નામ આપવું હોય તે પેલા ‘ઉત્તર ગૌ ર અપભ્રંશ’ તે જ આપી શકાય. જ્યારે ડૉ. તેરિસàારિનો ‘જૂની પશ્ચિમી રાજસ્થાની’ ગુજરાતને માટે તે। ભાલણવાળી *ગુજર ભાખા' છે. ‘ઉત્તર ગૌજર અપભ્રંશ' એ હકીકતે ‘આરંભિક ગુજરાતી’ ‘આર’ભિક-મારવાડી મેવાડી’ ‘આર ભિક ક્રૂ ઢાળી (જેપુરી)’ ‘આરંભિક મેવાતી' આરંભિક હાડાની' આરંભિક માળવી' અને ‘આર્’ભિક નિમાડી’ જ છે. એ છૂટી પડતાં ડો. તારેસ પરિની જૂની પશ્ચિમી રાજસ્થાની’ સ્વત: ‘મધ્યકાલીન ગુજરાતી' અને ‘મધ્યકાલીન મારવાડી' એ એ વિભાગમાં ટાઈ જાય છે. જૈપુરની ઢાળીની મધ્યકાલીન ભૂમિકાવાળી પણ સંખ્યાબંધ રચનાએ જાણવામાં આવી જ છે, જે તે તે પ્રાંતમાં ત્યાં ત્યાંનું વિકસતું જતું રૂ૫ હાવાનું સમર્થન કરે છે.
ઈ.સ. ૧૩૦૪ માં હુજી 'રાસયુગ' પ્રાધાન્ય ભોગવે છે, જે ઉપર સૂચવ્યા પ્રમાણે ઈ.સ.ની ૧૪ મી–૧૫ મી સદીના સંધિકાલમાં ગુજરાતી પ્રાંતીયતામાં આગળ વધી નરસિદ્ધ મહેતાના સ્વતંત્ર સાહિત્યપ્રકારના ખીલવા સાથે ગૌણતા ધારણ કરે છે. આ નવા યુગના સૂત્રધારા તરીકે નરસિ ંહ મીરાં અને ભાલણું ઊપસી આવે છે. એ ત્રણેત્રે ભક્તિસાહિત્યના વિકાસ સાધી આપ્યા છે, જેમાંના ભાલણ ભ તસાહિત્ય ઉપરાંત વ્યવસ્થિત આખ્યાન-પ્રકારનાં પ્રબળ ખીજ વાવી આપે છે, ૧૧