Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૭૨),
સસ્તનન કાલ
[
ગુજરાતના સૂબા તરીકે ફીઝ તુગલના સમયમાં જ્યારે ઝફરખાન ફારસી હતો ત્યારે ઈસ. ૧૭૬૮માં શરૂખાન, ઇઝ-ઉદ્દીન અને હઝરત મખદુમ સૈયદ સિકંદરની સરદારી નીચે સૌરાષ્ટ્રની દક્ષિણને પ્રદેશ કબજે લેવા દિહીથી લશ્કર મોકલવામાં આવેલું. એ સમયે કોઈ કુમારપાલ મંગરોળમાં સત્તારથાને હતો જે યુદ્ધમાં ભરાતાં તેમ શરૂખાન પણ ભરાઈ જતાં ઇઝ-ઉદ-દીને માંગરોળનો કબજે લઈ નાયબ સેનાપતિ સૈયદ સિકંદરને માંગરોળને વહીવટ અને પિતે દિલ્હી ચાલ્યો ગયા.૫
તિરમિકી સૈયદની સત્તા આમ સૈયદ સિકંદરથી સ્થપાઈ, પરંતુ એણે પશ્ચિમ બાજુ દોઢેક માઈલ ઉપર નવું વસાવેલું આદુમપુર સ્વીકાર્યું અને માંગરોળ પરગણાને વહીવટ પિતાના સસરા મલિક ગોહરને સોંપે ! આ સત્તા માંગરોળ ખાતે મર્યાદિત હતી. પ્રબળતા તે ઈ.સ. ૧૩૯૫-૯૬માં ઝફરખાન દક્ષિણ સૌરાષ્ટ્ર ઉપર ચડી આવ્યો ને સાર્વભૌમ શાસન ચૂડાસમાઓ તેમ વાજાઓ અને જેઠવાઓ ઉપર સ્થાપ્યું ત્યારે જ થઈ. હિ. સ. ૭૯૯ (ઈ.સ. ૧૩૯૬) ના માંગરોળના એક સંસ્કૃત-ફારસી દ્વિભાષી શિલાલેખમાં, ફિરોઝ તુગલુક પછી થોડા સમય માટે એનો નાનો પુત્ર નુસ્મતખાન દિલ્હીમાં સત્તા ઉપર હતો ત્યારે માંગરોળ મલિક યાકૂબની સત્તા નીચે હતું.૭)
પાછળથી કાજી શેખોનું મોડેથી શાસન થયું. તેઓનો પૂર્વ પુરુષ શેખ જલાલુદ્દીન કાજી પણ સૈયદ સિકંદર સાથે જ આવેલો.૯૮ સૈયદ સિકંદરના વંશજો “બડી મેડી’ના પીર કહેવાય છે અને નાના ગિરાસદાર છે.
૬. ઝાલા વંશ ઝાલા વંશની જે વંશાવલી એચ. વિબફેર્સ બેલે તારવી આપી છે તે પ્રમાણે પાટડીની મુખ્ય શાખાનો સાંતલજી ઈ.સ. ૧૩૦૫ માં સત્તા ઉપર આવ્યા હતે. ઈન્દ્રવદન ન. આચાર્યે પોતાના ઝાલા રાજવંશના મહાનિબંધ માટે મેળવેલાં સાધનોમાં એક મહત્વનું સાધન સં. ૧૩૦૫(ઈ.સ. ૧૨૫૯)નું સાંતલના પુત્ર વિજયપાલના સમકાલીન હેમપ્રભસૂરિચિત શૈલય-પ્રકાશ ગ્રંથનું મળ્યું છે.૯૯ આ સૂરિ સમકાલીન ન હોઈ વિજપાલના પિતા સાંતલજીનો સમય ઈ.સ. ૧૨૫૯ થી પણ જૂના સમયમાં જાય છે. આચાર્યના જણાવ્યા પ્રમાણે ર૦° વિજયપાલ પછી રામસિંહજી, વૈરિસિંહજી, રણમલ, શત્રુશલ્ય અને જૈતસિંહજી–એક પછી એક વંશજો સત્તા ઉપર આવ્યા હતા, તેમાંના જૈતસિંહને સમય એક શિલાલેખને આધારે ઈ.સ. ૧૪૦૦ને નિશ્ચિત છે, જે વર્ષે ‘જયક (જૈતસિંહે) કોટવાવ