Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૫ર!
સલ્તનત કાલ
પર તુ એની બ ધણી પરથી એ મહમૂદ બેગડાના સમાં ઈ. સ. ૧૪૦ પછીના ગાળામાં બંધાઈ હશે એમ માનવું ઉચિત ગણાશે. આની વિશેષતા એ છે કે એમાં જામી મસ્જિદની જેમ ઉપરથી પ્રકાશ લાવવાની વ્યવસ્થા છે. એની કમાન, પણ શોભાની જ છે. આઝમ-
મુઝમને રેજે–અમદાવાદમાં વાસણા જતાં રસ્તામાં ડાબી બાએ આવતે આ રેજે આ સમયના ઉત્તમ ઈન્ટરી બાંધકામનો નમૂનો છે. એ મહમૂદ બેગડાના સમયમાં આઝમ ખાં અને મુઆઝમખાં નામના બે ખુરાસાની ભાઈઓએ બંધાવ્યું છે. અહીંની કમાનો ભાર વહન કરનારી (archated) છે. અને ઈટરી મકાન હેઈ ભીંતની જાડાઈ આશરે બે મીટર જેટલી છે ને ઘુંમટની રચના પણ એ પ્રકારની છે. એની ઉપરનું પ્લાસ્ટર હજી પણ સારી રીતે ટકી રહ્યું છે તે તતકાલીન બાંધકામની સિદ્ધિનું સારું ઉદાહરણ છે. બહારના ટેકાનો ઉઠાવ એને કેઠા જેવા આકારને બતાવે છે, પણ અહીં ક્યાંય ભારતીયતા જેવા મળતી નથી. નાના કદની ઈટોને કોંક્રીટની વચ્ચે મૂકીને સુંદર ચણતરકામ કરેલું છે અને કમાનોની રચના પણ સુંદર રીતે કરેલી છે. બાંધકામની દષ્ટિએ આ રાજાની રચના પ્રશંસનીય છે.
રૂપમતીની મસ્જિદ–અમદાવાદમાં મિરજાપુર ચોકીની બાજુમાં જ આ મજિદ આવેલી છે અને સુશોભનની દૃષ્ટિએ સુંદર મજિદોમાંની એક છે. એના તૂટેલા મિનારા જે અસ્તિત્વમાં હેત તો એની સમગ્ર સપ્રમાણતા ને નજાતને ખ્યાલ આવી શકત. આમ છતાં આયોજનની દષ્ટિએ માપ અને કદની પરસ્પર સંવાદિતા અહીં ખૂબ જ સારી જોવા મળે છે. સુશોભનનું પ્રમાણ, રૂપા જન અને રચનાને આકાર સાથે સંવાદિતાપૂર્ણ સંબંધ આવી મજિદમાં બહુ જ નીરખી શકાય છે. અહીં પણ પ્રકાશને ઉપરથી લાવવાની વ્યવસ્થા છે. અહીં મૂકેલા ઝરૂખા મસ્જિદના ઘન અને ઋણ(solid and void)ના આયોજનની અસાધારણ અસરકારકતા દર્શાવે છે ને એમાં પણ કમળની પાંદડીઓની કમાન સાથેને ને બીજા સુશોભને સાથે એનો સંબંધ અસાધારણ કલાત્મકતાનો ખ્યાલ આપે છે. ઘુંમટને અંદરને ભાગ પણ સુંદર રીતે સુગ્રથિત સુશોભને થી યુક્ત છે. આવી અસરકારક સૌંદર્યસજનની કળછ બીજે ઓછી જોવા મળે છે. " દરિયાખાનને રેજો–અમદાવાદમાં દરિયાખાનના ઘુમટ તરીકે જાણીતો આ રોજે ઈટરી બાંધકામના આ કાલના જે ત્રણ-ચાર નમૂના છે તેમને એક છે