Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મુઝફરશાહ ૨ાથી મુફિરશાહ ૩
[૧૨૯
સુલતાન મુઝફરશાહને નજરકેદ જે રાખીને ઈતિમાદખાને રાજ્યની સત્તા પિતાના હાથમાં રાખી. પ્રદેશમાં શાંતિ ન હતી. મહેમાંહે લડતાં અમીરોનાં અનેક રાજ્યમાં પ્રદેશ વહેંચાઈ ગયો હતો. મહત્વાકાંક્ષી અમીરોમાં સત્તા માટે ખુનખાર ખેંચતાણ થયા કરતી હતી. જુદૂહારખાન હબસી અને ઉલુગખાને હબસી સિવાયના બીજા અમીરો ઇતિમાદખાન પ્રત્યે નારાજ હતા. ચિંગીઝખાનની લડાઈ
ગુજરાતમાં અફઘાન તુર્ક(રૂમી) અને હબસી વગેરે પરદેશીઓ જેરમાં આવી ગયા હતા. એમાં એક નવું તત્વ ઉમેરાયું. ઉત્તર ભારતમાં મુઘલ શહેનશાહ અકબરની સામે બળવો કરી એના સંબંધીઓ મીરઝાએ ગુજરાતમાં ભાગી આવ્યા.
આ મીરઝાઓની સહાયથી દક્ષિ, ગુજરાતના અમીર ચિંગીઝખાને ઈતિમાદખાનને ઉખેડી નાખવા આક્રમણ કર્યું. ઇતિમાદખાન પણ સુલતાન મુઝફરશાહને આગળ કરી લશ્કર લઈ સામે આવ્યો. વટવા પાસે ખારી નદીને કિનારે બંને વચ્ચે કેટલીક નાનીમોટી લડાઈઓ થઈ તેમાં મીરઝાઓની મદદથી ચિંગીઝખાનને ફતેહ મળી. ઈતિમાદખાન સુલતાન મુઝફરશાહને સાથે લઈ, મોડાસા થઈ ડુંગરપુર તરફ ભાગી ગયે. દરમ્યાન ચિંગીઝખાને અમદાવાદ આવી ગુજરાત પર પિતાની સત્તા પ્રવર્તાવી (ઈ.સ. ૧૫૬ ૬). ખાનદેશના સુલતાને ગુજરાત પર ચડાઈ કરી તેને પાછી હઠાવી, પણ હબસી અમીરાએ ચંગીઝખાનની હત્યા કરી (ઈ.સ. ૧૫૬૭). અમદાવાદમાં ઈતિમાદખાન સુલતાનને લઈ પાછો ફર્યો, પણ શેરખાન ફલાદીએ એને ફાવવા દીધું નહિ. ચાર વર્ષ લગી અમીરની અંદર અંદર ખટપટ ચાલી. આખરે ઇતિમાદખાને ગુજરાતમાં પ્રવર્તેલી અંધાધૂંધીને અંત લાવવા માટે મુઘલ શહેનશાહ અકબરને ગુજરાત ઉપર ચડી આવવા પેગામ પાઠવ્યો.૫૧
અકબર આવી કોઈ તકની રાહ જોતો હતો. પેગામ મળતાં તૈયારી કરી એણે ગુજરાતની પુરાણી રાજધાની પાટણમાં ઈ.સ. ૧૫૭૨ ના નવેમ્બરની તા. ૭ મીએ પડાવ નાખે. ત્યાં એક અઠવાડિયું આરામ લઈ એ અમદાવાદ તરફ રવાના થયો. ત્યાં શેર ખાન ફલાદીએ ઇતિભાદખાનને છ મહિનાથી ઘેરી રાખ્યો હતો. એના આગમનના સમાચાર મળતાં શેરખાન ઘેરો ઉઠાવી નાસી છૂટયો.૫૩ સુલતાન મુઝફફર આ અંધાધૂધીમાં તક મળતાં શેર ખાનની પકડમાંથી 2કી ગયો અને કડી નજીક આવેલા જોટાણામાં અનાજના કેઈ એક ખેતરમાં ઈ-પ-૯