Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫૦]
સલતનત કાલ
[, ૮ મું
મુસ્તફાબાદના એક પણ પ્રાપ્ય નમૂન પર નગરનું અસલ નામ જૂનાગઢ', અંકિત મળતું નથી એ હકીકતની નેંધ લેવી ઘટે.
મુસ્તફાબાદનું માનાર્હ ઉપનામ શ માત્ત અર્થાત “સૌથી મોટું નગર' છે. ૪. મુહમદાબાદ (ચાંપાનેર).
હિ.સ. ૮૮૯માં ચાંપાનેર જીતી મહમૂદશાહ બેગડાએ તેનું નામ “મુહમ્મદાબાદ રાખ્યું. આ નવા નગરમાંથી બહાર પડેલા સિક્કાઓ પર એનું નામ ત્રણ રીતે અંકિત છે: “મુહમ્મદાબાદ', મુહમ્મદાબાદ ઉ ચાંપાનેર” અને “ચાંપાનેર. એમાં ચાંપાનેરવાળા સિકાઓ સિવાય બીજાં બે નામ સાથે માના ઉપનામ છે મુક્કર્મ અર્થાત “માનવંતું નગરને પ્રયોગ થયો છે. | ગુજરાતની બધી ટંકશાળામાં અહીંની ટંકશાળ વધુ સમય સુધી ક્રિયાશીલ રહી હતી એમ ઉપલબ્ધ નનનાઓ પરથી જણાય છે. આ ટંકશાળને સર્વપ્રથમ ઉપલબ્ધ સિકકો હિ.સ. ૮૯૧ એટલે ચાંપાનેર–વિજયના બે વર્ષ પછી છે?૭ તેમજ છેલે સિકકે મુઝફફરશાહ ૩ જાને હિ. સ. ૯૭૭ને છે. બીજું આ ટંકશાળમાંથી સૌથી વધુ સુલતાનેએ બહાર પાડેલા સિક્કા ઉપલબ્ધ છે. એમાં મહમૂદશાહ ૧ લા (બેગડા), મુઝફફરશાહ ૨ જા, બહાદુરશાહ, મહમૂદશાહ ૩ જા અને મુઝફફરશાહ ૩ જાના સિક્કાઓનો સમાવેશ થાય છે. •
ચાંપાનેર ટંકશાળની, પ્રાપ્ય સિક્કાઓ જોતાં, બીજી એક વિશિષ્ટતા એ છે કે અહીં થી બહુધા ચાંદીના સિક્કા બહાર પડ્યા હતા. ચાંદીની તુલનાએ અહી ટંકાયેલા તાંબાના સિક્કાઓની સંખ્યા અ૮૫ છે. મહમૂદશાહના એક કે બે સિવાય બાકીના સિક્કા ચાંદીના છે.૭૦ મુઝફરશાહના બંને સિક્કા ચાંદીના છે.૭૧ મહમૂદશાહ ૧ લાના ઉપયુક્ત બે નમનાઓ ઉપરાંત બહાદુરશાહ,૭૨ મહમૂદશાહ ર જા૭૩ અને મુઝફરશાહ ૩ જાના ઉપલબ્ધ નમૂના તાંબાના છે, જેમાં છેલ્લા બે સુલતાનને માત્ર એક એક નમૂના મળે છે.૭૪ આમાં મુઝફફરશાહ ૨ જા, બહાદુરશાહ અને મહમૂદશાહ ૩ જાના સિક્કાઓ પર કેવળ માનાર્હ ઉપનામ સાથે નગરનું નામ “મુહમ્મદાબાદ” મળે છે, જ્યારે મુઝફરશાહ ૩ જાના સિક્કા પર માત્ર મૂળ નામ ચાંપાનેર અંકિત છે.
ચાંપાનેરના સિક્કાઓમાં પણ મુસ્તફાબાદ(જુનાગઢ)ના સિક્કાઓ જેવું ભાતનું વૈવિધ્ય છે. ૫. દીવ
સેારાષ્ટ્રમાં આવેલા દીવ ટાપુમાં દીવ શહેર ખાતે પણ એક ટંકશાળ હતી એવું અમુક ઉપલબ્ધ સિક્કાઓ પરથી પ્રતીત થાય છે. અત્યાર સુધી આ