Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૯૪).
સતનત કાલ
પ્રિ. ૧૦મું
જમીન માર્ગે અમદાવાદ મારફતે ઘણે માલ આવતો. લહેર દિલ્હી અને આગ્રાથી પણ અમદાવાદ થઈ માલ આવતો તે મોટે ભાગે રાધનપુરને રસ્તે આવતો. અમદાવાદથી દર અઠવાડિયે બસે ગાડાને કાફલા સાથે નીકળતો, કેમકે રસ્તામાં રાજપૂતો અને કાળીઓનો ઘણો ભય હતો. ચોકિયાત ઉપરાંત જામીન તરીકે ભાટ પણ સાથે રહેતા ને કાફલાને હરક્ત આવે તો ત્રાગું કરતા. ૧૮
સમુદ્ર માર્ગે એડનથી તાંબું સીસું પારો ફટકડી અને હિંગળકની આયાત થતી. સોનુંરૂપું આફ્રિકા અને ઈરાન અખાતનાં બંદરથી આવતું. મલબારથી લોખંડ, થાઇલેન્ડ(સિયામ)થી કલાઈ, ને મીઠું તથા ગંધક હુરમુઝ બાજુથી આવતાં. જુદી જુદી જાતનું જવાહર પેગુ શ્રીલંકા અને ઈરાનથી આવતું. મલબારથી ચેખા એલચી પાન સોપારી અને નારિયેળ આવતાં. અફીણ મજીઠ માયાફળ ખજૂર વગેરે અરબસ્તાન અને ઈરાનથી આવતાં. તેજાના અને સુંગધી પદાર્થો મેલ્યુકસ પેગુ બાંદા તિર બનિ સુમાત્રા જાવા શ્રીલંકા મલબાર અને કાચીન–ચીનથી આવતા. ઈરાની અખાતના બંદરોથી ઘોડાની ઘણી મોટી આયાત થતી. હાથીદાંત મોટે ભાગે આફ્રિકાથી આવતો ને ખંભાતમાં એના ચૂડા બનતા. કાચબાની ઢાલ અને કેડી માલદ્વીપથી અને રંગમાં વપરાતી કબૂતરની હગાર આફ્રિકાથી આવતી. પેગુ અને માબાનથી લાખની અને જાવાથી કસ્તૂરીની આયાત થતી. આફ્રિકા સોકોટ્રા અને માલદ્વીપથી અંબર આવતું. ઢાકાથી બારીક મલમલ આવતું, જ્યારે મખમલ અને ગરમ કાપડ યુરોપ બાજુથી રાતા સમુદ્રમાં થઈને
આવતું. ૧૯
ખંભાતના વેપારીઓ - ખંભાતમાં સ્થાનિક વેપારીઓ ઉપરાંત વિદેશી વેપારીઓ વસતા, તેમાં એલેકઝાન્ડ્રિયા દમાસકસ અને તુર્કસ્તાનના વેપારી ઘણા હતા. અરબો વગેરે મુસલમાને ઉપરાંત ફિરંગીઓ વગેરે યુરોપીઓ પણ હતા. એમાં હિંદુઓ ઉપરાંત મુસલમાને પણ ખંભાતના વતની થઈ ગયા હતા. અહીં દલાલ વગર કંઈ વેપાર થતું નહિ. ખાસ કરીને વિદેશી વેપારીએ તો દલાલ વગર કંઈ ધંધો કરી શકતા નહિ. દરેક ચીજની આપલે માટે દલાલની જરૂર પડતી. સીઝર ફ્રેડરિક નોધે છે કે ખંભાત ઊતર્યા પછી એક સારો દલાલ શોધવો પડે છે. એ લોક આબરૂદાર હેય છે. એમના હાથ નીચે ૧૫ થી ૨૦ ગુમાસ્તા હોય છે. વેપારી વહાણ ઉપરથી ઊતરીને પિતાના માલની યાદી દલાલના હાથમાં મૂકી દે છે, દલાલ એના ઉતારામાં ખાટલા ગોળી માટલાં વગેરેની સગવડ કરી આપે છે કે એને માલ વહાણ માંથી ઉતરાવી ઘેર લાવે છે. દલાલ વેપારીને વેચવાની તથા ખરીદવાની વસ્તુ