Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
8]
મુઝફફરશાહ ૨ જાથી મુઝફફરશાહ ૩ જે
[૧રક
અમીરેમાં ખટપટ
સુલતાન માત્ર બાર વર્ષની વયને હેવાના કારણે વાસ્તવિક રીતે સત્તા અમીરોના હાથમાં જ હતી. તેમાં શક્તિશાળી તરીકે ઈખ્તિયાર સિદ્દીકી, દરિયાખાન હસેન, ઇમાદુલમુક મલેકજી અને આલમખાન લોદી હતા. થોડા સમય એ સર્વેએ સુલેહ-સંપથી કામ કર્યું, પરંતુ થોડા જ સમય બાદ તેમાં માંહે માંહે આંતરિક ખટપટ, ઈર્ષ્યા અને સ્પર્ધાનાં મંડાણ થયાં તેને આરંભ દરિયાખાને કર્યો. એણે ઇમાદુલમુક મલેકને પિતાના પક્ષમાં લીધે. એની મદદથી એણે ઇખ્તિયારખાન અને એના પુત્રને મરાવી નાખ્યા. ત્યાર બાદ દરિયાખાને સલતનત પર પિતાને સંપૂર્ણ કાબૂ કરી લીધું. એની સામે ટકી નહિ શકતાં છેવટે ઈમાદુલમુશ્કને ગુજરાતમાંથી માંડૂ તરફ નાસી છૂટવું પડયું.
દરિયાખાન હવે સર્વસત્તાધીશ બની બેઠે. પાંચ વર્ષ સુધી સુલતાન એને વશ રહ્યો, પણ ધીમે ધીમે સુલતાનને પરવશતા અને નામશીનો ખ્યાલ આવવા માંડશે. એવે સમયે રાજ્યને બીજે મોટો અમીર આલમખાન લોદી, જે ધંધુકામાં જાગીર ધરાવતો હતો, તેણે સુલતાનને સહાય કરવા છૂપી રીતે કહેણ મોકલ્યું. ગોઠવણ કર્યા મુજબ મધ્યરાત્રિએ પોતાના ખાસ વિશ્વાસુ ને કર ચરજી નામના પારધી સાથે સુલતાન સવાર થઈને ધંધુકા પહોંચ્યો૪૪
બીજે દિવસે દરિયાખાને સુલતાન અહમદશાહ ૧ લાના પૌત્રો પૈકીના કોઈ એકને શોધી કાઢી એને સુલતાન મુઝફફરશાહ'ના ખિતાબથી તખ્ત ઉપર બેસાડ્યો અને પોતે સુલતાન મહમૂદશાહ ૩ જા અને આલમખાન સામે લડવા ધંધુકા તરફ રવાના થશે. ધોળકા નજીક દાડા ગામે થયેલી લડાઈમાં જેકે દરિયાખાને સુલતાન મહમૂદશાહ અને આલમખાનને હરાવ્યા, પરંતુ ધીમે ધીમે એની સેનાના અને એના પક્ષના માણસે એને પક્ષ છોડીને સુલતાનના પક્ષે જવા લાગ્યા, આથી એને છેવટે બુરહાનપુર તરફ નાસી જવું પડ્યું (ઈ.સ. ૧૫૪૩).
સુલતાને મુહમ્મદાબાદ જઈ આલમખાનને અમીર ઉમરાનો ખિતાબ અને સિપાહાલારનો હેદો એનાયત કર્યા અને એની સલાહથી માંડૂમાં આશ્રય લઈ રહેલા ઇમાદુલ મુલ્ક મલેકને બોલાવ્યો અને એને ભરૂચની સરકાર અને સુરતનું બંદર જાગીરમાં આપ્યાં. એણે પારધી ચરજીને વિરમગામની જાગીર અને મુહાફિઝખાન નો ખિતાબ આપે.
શરૂઆતથી જ સુલતાન હલકી મનોવૃત્તિવાળા લોકોના સહવાસમાં રહેતા આવ્યું હતું. એ સગીર હતા ત્યારથી ચરછ પારધી એનો માનીતો બની ગયે