Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૪૮).
સલ્તનત કાલ
બંદરો અને ગામો નિશાનયોગ હતાં તેવાં પર દારૂગોળા વરસાવી, લોકો પર નિર્દય અને ઘાતકી જુલમ ગુજાર્યો અને કરપીણ હત્યાઓ કરવામાં આવી. આગ અને લૂંટના બનાવ તે સામાન્ય હતા. આ રીતે કાંઠા પરનાં ઘણાં ગામ ઉજજડ કરાવવામાં આવ્યાં.
કાસ્ટ્રોએ હાંસલ કરેલ વિજ્યના માનમાં એનું ગોવામાં બહુમાન કરવામાં આવ્યું, એની સફળતાના સમાચાર પોર્ટુગલ પહોંચતાં રાજા જહાન ૩ જાઓ અને એની પત્ની ડોના કેથેરિનાએ એના પર અંગત પત્રો લખી એની વફાદારીભરી સેવાને અને દેશ માટે પુત્રનું બલિદાન આપવાના કાર્યને બિરદાવ્યાં અને વાઇસરોય” પદ આપ્યું. યુરોપમાં પણ પોર્ટુગલની કીર્તિ વધવા પામી.
ફિરંગીઓએ વર્તાવેલા ત્રાસથી દીવ શહેર લગભગ ખાલી થઈ ગયું હતું, તેથી કી-એ ખંભાતના અખાતનાં બંદરાએ ઢંઢેરો પિટાવી દીવમાં આવીને વસવા માગતા વેપારીઓને જાનમાલનું રક્ષણ આપવાની બાંહેધરી આપી, આથી ઘણું હિંદુ વેપારી દીવ પાછા ફર્યા. ગુજરાતના લશ્કરે હાર ખાધાના સમાચાર જાણી સુલતાન મહમૂદ ૩ જાએ દીવ જીતી લેવા તૈયારીઓ કરવા હુકમ કર્યો, તેથી નવાં જહાજ બાંધવાની તથા નવી તપ ઢાળવાની કામગીરી મેટા પાયે . - શરૂ થઈ. કાસ્ટ્રોને આના સમાચાર મળતાં એ દીવ આવ્યા, પણ ઘેરાવાનો ભય જતો રહેતાં એ પાછો ફર્યો. એમ છતાં વળતાં રસ્તે પ્રભાસ પાટણ લૂટયું અને એને આગ ચાંપી. સૌરાષ્ટ્રનાં બંદરોએ લાંગરેલાં ૧૮૦ જેટલાં જહાજોને આગ લગાડી. કાસ્ટ્રો મૃત્યુ-પથારીએ હતો ત્યારે એને બઢતીના સમાચાર અને અભિનંદન સંદેશા મળ્યા હતા. એનું અવસાન ખ્યાતનામ બનેલા સંત ફ્રાંસિસ ઝેવિયરના હાથમાં થયું (જૂન ૬, ૧૫૪૮).
કાસ્ટ્રોના ભરણથી હિંદમાં ફિરંગી સત્તાને મધ્યાહન સમય પૂરો થઈ જતાં એની પડતીને આરંભ થઈ ચૂક્યો હતો. ઉત્તર હિંદમાં રાજકીય સ્થિતિ બદલાઈ રહી હતી. શેરશાહ હુમાયૂ પાસેથી સત્તા પડાવી લઈ મધ્ય હિંદ તરફ સત્તા ફેલાવી રહ્યાનાં એંધાણ વર્તાતાં હતાં. દીવ અને વસઈ પર ફિરંગીઓની પકડ મજબૂત બની હતી. ગુજરાતની સલતનતમાં વિસંવાદી તોના કારણે મહમૂદ ૩ જાની સત્તા ક્ષીણ બની હતી, એમ છતાં ગુજરાત રાજ્યની પ્રતિષ્ઠા હિંદનાં શક્તિશાળી રાજ્યમાંના એક તરીકે ચાલુ હતી.
મહમૂદ 8 જાના અવસાન (૧૫૫૪) પછી અહમદશાહ ૩ સુલતાન (૧૫૫૪-૧૫૬૧) બ. ફિરંગીઓની નેમ હવે દમણનું બંદર લેવા માટેની