Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ચિત્રકલા
[
આ શૈલીને એ નામથી ઓળખાવી છે. આ શૈલીનું એક કંદ્ર મારવાડ હતું. વળી એના કેટલાક ગ્રંથ જૌનપુરમાંથી પણ ભળેલા છે. આ સ્થળેથી પ્રાપ્ત થયેલી ચિત્રિત કલ્પસૂત્રની એક પ્રત સારાભાઈ નવાબના સંગ્રહમાં છે. જોનપુર ભારતના પૂર્વ ભાગમાં આવેલું છે. આ કારણથી આ શૈલીને પશ્ચિમી શૈલી' તરીકે ઓળખવામાં પણ મુશ્કેલી આવે છે. આ શૈલી અજંટા શૈલીનું ભ્રષ્ટ સ્વરૂપ હોવાથી કેટલાક એને “અપભ્રંશ શૈલી' તરીકે પણ ઓળખાવે છે.'
પશ્ચિમ ભારતની આ ચિત્રકલાને મુખ્ય ત્રણ વિભાગોમાં વહેચી શકાય ? પહેલા બે વિભાગની ચિત્રકલા તાડપત્રની હસ્તપ્રતમાં મળી આવે છે. પહેલા વિભાગની શરૂઆત સોલંકી રાજ્યના ઉદયથી થાય છે ને એ લગભગ વાઘેલા કાલના અંત સુધી ચાલુ રહે છે. બીજા વિભાગની કલામાં બહારની બીજી કલાઓનું મિશ્રણ થયેલું જણાઈ આવે છે. ઈ.સ. ૧૩૦૦ થી ૧૪૪૫ ની આસપાસમાં લખાયેલી સચિત્ર હસ્તપ્રતો આ બીજા વિભાગના સમય દરમ્યાનની છે. આવા વિભાગનાં કેટલાંક ચિત્ર તાડપત્ર પર લખેલા ગ્રંથની ઉપર-નીચે બાંધવામાં આવતી લાકડાની પાટીઓ ઉપર પણ મળે છે. ત્રીજા વિભાગમાં ચિત્ર મુખ્યત્વે કાગળની હસ્તલિખિત પ્રતોમાં મળી આવે છે. આ ચિત્રની શરૂઆત ઈ.સ.ની ૧૫ મી સદીના આરંભથી થતી જોવા મળે છે અને એને અંત ૧૬ મી સદીના મધ્યકાલ દરમ્યાન થયો લાગે છે."
આ શૈલીમાં ૧૧ મી થી ૧૫ મી સદી દરમ્યાન સુવર્ણ અને રજતની શાહીથી મૂલ્યવાન સચિત્ર પોથીઓનું નિર્માણ બહુ મોટા પાયા પર થયું હતું અને લગભગ ૧૭ મી સદી સુધી ચાલુ રહ્યું હતું. આ પ્રકારની મૂલ્યવાન પથીઓ આજે પણ અમદાવાદ ખંભાત પાટણ વડેદરા સુરત બીકાનેર જેસલમીર પૂના મુંબઈ અને કલકત્તા વગેરે સ્થળોના ભંડારોમાં સુરક્ષિત છે.
- તાડપત્ર અને કાગળ ઉપર દોરેલા ચિત્રોમાં ફરક સ્પષ્ટ જણાય છે. તાડપત્ર ઉપર જે ચિત્ર તૈયાર થયેલાં છે તેઓમાં બારીક રેખાઓ અને કલાકારનાં પ્રતિભા અને કૌશલ્ય જોવા મળે છે, પરંતુ કાગળ ઉપર બનાવેલાં ચિત્રોમાં રેખાઓની સૂક્ષ્મતા અને કલાકારનાં પ્રતિભા અને કૌશલ્ય કાંઈક મંદ જણાય છે.*
આ શૈલીના ચિત્રકારોએ ભારતીય ચિત્રકલામાં કેટલીક નવી પદ્ધતિઓ દાખલ કરેલી છે. આ વિશેષતાઓને કારણે આ ચિત્રોએ પોતાનું અલગ મહત્વ તેમ અલગ ઇતિહાસ તૈયાર કર્યો છે. એની વિશેષતાઓને પરિચય કરીએ. ૧. આ શૈલીનાં ચિત્રોની સૌથી પહેલી વિશેષતા એના ચયિત્રણમાં છે. આ
ચિત્રોમાં આ પ્રકારના ચક્ષુચિત્રણની પદ્ધતિ જૈન મંદિરોનાં શિલ્પ અને