Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩િ૧૭
૧૧ મું
ભાષા અને સાહિત્ય | મુનિ ઉદયધમ (ઈ.સ. ૧૪૪૪)–ઉપ મુનિસાગરના શિષ્ય ઉપા. માનસાગરના શિષ્ય મુનિ ઉદયધર્મે આગમગચ્છીય આનંદરત્નસૂરિના રાજ્યમાં ધર્મકલ્પદ્રુમ' નામની ઉપદેશવિષયક કૃતિ સં. ૧૫૦૦ (ઈ.સ. ૧૪૪૩-૪૪) લગભગમાં રચી છે. સમગ્ર ગ્રંથમાં દાન શીલ તપ અને ભાવ વિશે સુંદર વિવેચન છે.
સોમધર્મગણિ (ઈ.સ. ૧૪૪૭)-તપા. ચારિત્રરત્નગણિના શિષ્ય મધમે. ગણિએ સં. ૧પ૦૩(ઈ.સ. ૧૪૪૭)માં “ઉપદેશસપ્તતિકા' નામનો ગ્રંથ પાંચ અધિકારામાં રો છે. એમાંથી અનેક તીર્થ અને ઐતિહાસિક વ્યક્તિઓ વિશે વિગતો જાણવા મળે છે.
ગુણકર મુનિ (ઈ.સ. ૧૪૪૮)–રૌત્રગથ્વીય ગુણાકર મુનિએ સં. ૧૫૦૪ (ઈ.સ. ૧૪૪૮)માં “સમ્યકત્વકૌમુદી' નામે ગ્રંથની રચના કરી છે..
સમદેવસૂરિ (ઈ.સ. ૧૪૪૮)–તપા. રશેખરસૂરિના શિષ્ય સેમદેવે કથામહોદધિ નામને કથાગ્રંથ ગદ્ય-પદ્યમાં રચ્યો છે. આ કથામાં હરિણે રચેલા કપૂરપ્રકર’માં નિર્દિષ્ટ ૧૫૭ કથા છે. સેમદેવે જિનપ્રભસૂરિકૃત સિદ્ધાંતસ્તવ ઉપર ટીકા રચી છે.
સેમદેવસૂરિ પ્રખર વાદી હતા. એમની નવી કાવ્યકલાથી મેવાડપતિ રાણ કુંભકર્ણ આકર્ષિત થયો હતો. એમણે પૂરેલી સમસ્યાથી જૂનાગઢને રાજા માંડલિક ૩ (ઈ.સ.૧૪૫૧ થી ૧૪૬૯) રંજિત થયો હતો. એમની કવિત્વશક્તિથી પાવાપુર-ચંપકનેરને રાજા જયસિંહ પ્રસન્ન થયો હતો. ૨૮ સોમદેને રાણકપુરમાં રત્નશેખરસૂરિએ આચાર્યપદ આપ્યું હતું. ૨૯
જયચંદ્રસૂરિ (ઈ.સ. ૧૪૪૯)–તપા. સોમસુંદરસૂરિના શિષ્ય જયચંદ્રસૂરિ સાહિત્યિક દાર્શનિક અને સૈદ્ધાંતિક વિદ્વાન હતા.
એમણે સં. ૧૫૦૬(ઈ.સ. ૧૪૪૯-૫૦)માં “પ્રતિક્રમણવિધિ નામને આચારપ્રધાન ગ્રંથ રચ્યો. વળી પ્રત્યાખાનવિવરણ અને સમ્યફવકૌમુદી' નામના ગ્રંથ પણ રહ્યા છે.
કવિ ગંગાધર (ઈ.સ. ૧૪૪૦)-ગંગાધર નામના કવિએ ચાંપાનેરના રાજા ગંગદાસ વિશે ‘ગંગદાસપ્રતાપવિલાસનાટક” નામનું નાટક સંસ્કૃત નાટક રચ્યું છે. એ નાટક ચાંપાનેરના મહાકાલી મંદિરના સભાગૃહમાં ભજવાયું હતું.
ગ્રંથકર્તા કવિ કર્ણાટકથી આવ્યો હતો. દ્વારકાની યાત્રાએ જતાં વચ્ચે અમદાવાદના સુલતાનના દરબારમાં આવ્યો અને એ પછી ચાંપાનેરના રાજા ગંગદાસના દરબારમાં આવે.