Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૨૪).
સલ્તનત કાલ
હતા. “મુહાફિઝખાનને ખિતાબ મળતાં અરજી પતે એક મેટો દરબારી હોગનું પિતાને માનવા લાગે. સુલતાને પણ માત્ર એની સલાહથી જ ઘણું અયોગ્ય કાર્ય કર્યા. આલમખાન અને ઈમાદુમુલ્ક વગેરે મુખ્ય અમીરોની એ અવગણર્ન કરતો હતો, આથી આલમખાન અને બીજા અમીરોએ એની કતલ કરાવી નાખી.
હવે આલિમખાન અને મુજાહિદખાન જેવા મોટા અમીરોએ સુલતાન ઉપર ભદ્રમાં એવી ચોકી રાખવા મ ડી : કે જાણે એ નજરકેદની હાલતમાં હતો. એટલામાં અમીરોમાં મહેમાંહે ઝઘડો થયો. મજકૂર મુજાહિદખાન મૂળ પરદેશી હતા; ઈ.સ. ૧૫૩૮ માં દીવની લડાઈ વખતે ગુજરાતમાં આવ્યો હતો. એ પરદેશી હોવાના કારણે ગુજરાતના અમીરો એના પ્રત્યે ભાવ દર્શાવતા ન હતા. આનો લાભ લઈ સુલતાને એને વિશ્વાસમાં લઈ આલમ ખાનનું બળ તેડવા ! પ્રયત્નો શરૂ કર્યા. કેટલાક અમીરએ સત્તા મેળવવા સુલતાનને બંધ કરવાનું ધાર્યું હતું. કોઈ બીજા બાળકને તખ્ત ઉપર બેસાડી સુલતાન મહમૂદશાહને ખસેડી દેવો એવી યોજના પણ ચાલુ હતી. વળી એમ કરી કેટલાકને મત રાજ્યને માંહોમાંહે વહેંચી લેવું એવો હતો, પરંતુ મહમૂદશાહ આ યોજના જાણી ગયો. એણે મુજાહિદખાનની સહાયથી યોજના નિષ્ફળ બનાવી. આલમખાન અને બીજા બંડખોર અમીરો નાસી 2થા (ઈ.સ. ૧૫૪૫).
આ રીતે સુલતાન તખ્તનશીન થયો હતો. તે પછી આઠ વરસ બાદ રાજ્યવહીવટ સ્વતંત્ર રીતે કરતો થયો. એની વય માત્ર ૧૯ વરસની હતી તેથી મુજાહિદખાન રાજ્ય-રક્ષક બન્યો. બહાદુરશાહના મૃત્યુ પછી એકાંતવાસમાં રહેતા અફઝલખાન બંબાનીને વછર નીમવામાં આવ્યો. આ પછી ઈ.સ. ૧૫૪૪ સુધી કોઈ ખાસ વિધિ વિના મોજશોખમાં સમય ગાળી મુક્તપણે સુલતાને શાસન ચલાવ્યું. દરમ્યાન ખાજા સફરને “ખુદાવંદખાનને ખિતાબ એનાયત કરી, સુરત બંદરને વહીવટ સોંપવામાં આવ્યા. દીવ પર ચડાઈ
એ સમય એવો હતો કે જ્યારે ગુજરાતનું વહાણ પોર્ટુગીઝની પરવાનગી વિના આવજા કરી શકતું ન હતું અને દીવમાં કિલ્લા તથા શહેરની વચ્ચે અગાઉ થયેલી સંધિ મુજબ બાંધવામાં આવેલી દીવાલ તોડી પાડવામાં આવી હતી. આવાં અનેક કારણોને લઈ ખાજા સફરે સુલતાનને દીવ ઉપર આક્રમણ કરવા સમજાવ્યો. એમ કરવા એ સહમત પણ થયો. એ કાર્યનો આરંભ કરે તે પહેલાં એ કિલાને કબજે બને તે ગાફટકાથી લેવા એણે એક પ્રયત્ન