Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
બત કa
સિર ભારેટ (ઈ.સ. ૧૬મી સદીના મધ્યભાગ)--મારવાડમાંથી આવેલા મનાતા અને લીંબડીમાં આવી વસેલા ઈસર બારોટની “હરિરસ નામની ભક્તિમય રચના નોંધપાત્ર છે. પાછળથી કવિ જામનગરના જામ રાવળને દરબાર જઈ વસેલ.
ભીમ વૈષ્ણવ (ઈ.સ. ૧૬ મી સદીને મધ્યભાગ)–શુદ્ધાદ્વૈત-પુષ્ટિમાર્ગના સંસ્થાપક શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુજીના બીજા પુત્ર શ્રી વિઠ્ઠલનાથ ગુસાંઈજીના શિષ્ય ભીમની “રસગીતા' “રસિકગીતા” કે “ઉદ્ધવગીતા' સંજ્ઞાથી જાણીતી રચના કૃષ્ણના મથુરાગમન પછી ઉદ્ધવ વ્રજમાં આવ્યા તે પ્રસંગનું ચિત્રણ આપે છે.
મધુસૂદન વ્યાસ (ઈ.સ. ૧૫૫૦ માં હયાત) સંસ્કૃા સુભાષિતાથી પિતાની રચનાને સમૃદ્ધિ આપનાર મધુસૂદન વ્યાસની હંસાવતી-વિક્રમકુમારચરિત' નામની રચના (સં. ૧૬૦૬-ઈ.સ ૧૫૫૦) એક નમૂનેદાર લૌકિક કથા છે.
હેરવ (ઈ.સ. ૧૫૫૩ માં હયાત)-નરસિંહ મહેતાની “ચાતુરી એની પડછે ઍહેદેવની “બ્રમરગીતા” (સં. ૧૬ ૦૯-ઈ.સ. ૧૫૫૩) મળી છે.
સૂરદાસ (ઈ.સ. ૧૫૫૫ માં હયાત)–સૂરદાસ પ્રલાદાખ્યાન' (સં. ૧૬૧૧ઈ.સ. ૧૫૫૫) અને “ધ્રુવાખ્યાન' તથા વાસુ અને નાકરની પડખે “સગાળપુરી મથાળે સગાળશાની લૌકિક કથા આપે છે.
રાજધરદાસ (ઈ.સ. ૧૫૬૫ માં હયાત)–રાજધરદાસની બંધની દૃષ્ટિએ વિશિષ્ટ એવી “ચંદ્રહાસ આખ્યાન” (સં. ૧૬ર૧-ઈસ ૧૫૬૫) નામની આખ્યાનકતિ મળી છે.
માંગુ વિષ્ણુદાસ (ઈ.સ. ૧૬મીની ૩ જી પચીસી)--ઈ વિષ્ણુદાસ માંગુએ વર્ગ-પદ્ધતિએ ખંડ પાડી જૈમિનીય અશ્વમેધને સંક્ષેપમાં રજૂ કર્યો છે.
વસ્ત ડેડિયે (ઈ.સ. ૧૫૬૮-૨૫૯૭ માં હયાત)ધારાળા કામના એક ભક્ત વક્તા ડેડિયાનું એકમાત્ર “શુકદેવ- આખ્યાન' જાણવામાં આવ્યું છે, જે વીરસદને વતની હતા. એની બીજી ભક્તચરિત્રેની “સાધુચરિત' નામની રચના છે, જેમાં નરસિંહ મીરાં વગેરેનાં ચરિત ચીતર્યા છે.૮
અરબી-ફારસી સાહિત્ય ઇતિહાસલેખનની પ્રવૃત્તિ
ભારતમાં ઇતિહાસલેખનની કળા સારસીની સાથે આવી હતી. દિલ્હી સલ્તનતમાં અંધાધુંધી ફેલાઈ તે પછી જે પ્રાદેશિક રાજ્ય સ્થાપિત થયાં તેમના ઇતિહાસ વોછે અંશે એ પ્રદેશમાં લખાયા હતા. ગુજરાતની સલ્તનતની સ્થાપના થઈ તે પછી એ પ્રદેશમાં પણ એ રીતે જ બન્યું હતું. સુલતાનના