Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૫ મું )
સ્થાપત્યકીય સ્મારકે
T૪૪૩
ટાંકાની મસ્જિદના, દ્વારના ભાગોને યથાવત ઉપયોગ કર્યો છે, જ્યારે જામી મરિજદમાં નવેસરથી પ્રચલિત પદ્ધતિનું એ માપ-ભાગવાળું, પરંતુ ઇસ્લામી પ્રતીકવાળું દ્વાર રચવાનો પ્રયત્ન જોવા મળે છે. ટાંકાની મસ્જિદની દ્વારશાખાની દેવમૂર્તિઓ પણ સ્પષ્ટ દેખાય છે ને એમાંના તમામ દ્વારપાળ વગેરે પણ દેખાય છે (પટ્ટ ૧૫, આ. ૩૨), જ્યારે કીર્તિ મુખોને તેડી નાખવામાં આવ્યાં છે કે એ તૂટી ગયાં છે. અમદાવાદમાં અહમદશાહની મસ્જિદનું દ્વાર (પટ્ટ ૨૦, આ. ૩૮) મંદિરના ભાગમાંથી બનાવેલું છે, જ્યારે જામી મસ્જિદમાંનાં પ્રવેશદ્વાર મંદિરના ભાગોને ઉપયોગ કરી બનાવ્યાં છે. પાછળથી બીજી મસિજદોમાં એ રીતસર અનુકરણરૂપે ઇસ્લામી સુશોભને ઉપયોગ કરી ઘડવામાં આવ્યાં છે, જેમનાં માપ અને રચનાપદ્ધતિ પાછલાં કારમાં અનુકરણ-૨૫ રહી છે, માત્ર એમાંથી બિનજરૂરી વધુ પડતું સુશોભન છું થઈ ગયું છે અને મને રમ ભૌમિતિક રૂપનું બાહુલ્ય જોવા મળે છે. મિનારાઓને વિકાસ
એક રીતે જોતાં મિનારે એ ઇસ્લામી સ્થાપત્યની વિશેષતા છે. એ ઇસ્લામ સ્થાપત્યનું અદકે અને અનેરું અંગ છે, જે ઈસ્લામી સ્થાપત્યનું પ્રતીક પણ છે. આ મિનારાઓને વિકાસ ગુજરાતમાં તાત્કાલિક નથી થયું, પરંતુ રફતે રફતે સમજ પૂર્વક એને સ્થાન મળતું ગયું અને એનો વિકાસ થતો ગયે. પરિણામે ૧૫ મી સદીની શરૂઆત સુધીમાં તો એ સુંદર ભવ્ય અને ઇસ્લામનું ઉત્તમ પ્રતીક બનીને મસ્જિદ દ્વારા વ્યક્ત થયા.
સમયની દૃષ્ટિએ ભરૂચની મસ્જિદથી શરૂ કરીએ તો એમાં મિનારાનું અસ્તિત્વ કે એનું નાનું પણ પ્રતીક કે રૂ૫ ક્યાંય એ મસ્જિદમાં જોવા નથી મળતું. એ ઉપરથી તારવી શકાય કે આ મસ્જિદની રચનામાં મિનારાને સ્થાન નથી મળ્યું. એના કારણરૂપે એમ માની શકાય કે મંદિરોના વિવિધ ભાગોમાંથી કરેલી આ રચનાને જલ્દી પૂરી કરેલી હોઈ એમાં આ ઉમેરો શક્ય ન હતા, કારણ કે એના લિવાનને આગળનો ભાગ કમાનયુક્ત પ્રવેશદ્વારવાળો નથી તેમ સમગ્ર લિવાન બહારની બાજુએ સ્તંભેના આધારે જ બનાવ્યું છે અને દીવાલ કરી એમાં માને બનાવેલી નથી. તેથી અહીં મિનારાને સ્થાન મળવાને કઈ અવકાશ નથી, જ્યારે છેક બહારને ભાગ પ્રાપ્ય પથ્થરોથી બનાવેલ છે તેમાં પ્રવેશમાં છત્રી આકારને મંડપ હોઈ ત્યાં પણ મિનારાને સ્થાન પ્રાપ્ત થઈ શક્યું નથી.
ખંભાતમાં સિદ્ધરાજ જયસિંહની કૃપાથી નવી બંધાયેલી મજિદમાં મિનારાને ઉલ્લેખ કરવામાં આવ્યો છે.પ૩ આ મસ્જિદને ૧૩ મી સદીની શરૂઆતમાં હુમલાથી નાશ કરવામાં આવે અને સૈયદ શરાફ તામીને ચાર મિનારા અને સોનેરી ગુંબજ સાથે
0