Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૨ મું]
T૩૫૩ ખંભાતમાં કાબિલશાહની દરગાહને હિ.સ. ૮૦૭(ઈ.સ. ૧૪૦૫), ૨૫ અમદાવાદને હિ.સ. ૮૬૬ (ઈ.સ. ૧૪૬૧) ર૪ તથા રાજસ્થાનના જાલોર જિલ્લામાં આવેલા સરની જામે મરિજદને મહમૂદ બેગડાના સમયને હિસ ૯૧૨(ઈ.સ.૧૫૦૬) ૨૭ લેખ વગેરે આ શૈલીમાં છે.
આ ઉપરાંત ૧૫ મી સદીના નખ અને યુથ શૈલીમાં કંડારાયેલા અભિલેખોનું એક વિશિષ્ટ જૂથ છે, જેની શૈલી આ શૈલીઓને અપાયેલા આલંકારિક રૂપને મળતી છે, જેને ભારતીય-ઈસ્લામી અભિલેખશાસ્ત્રમાં બંગાળની તીર-કમાન શૈલીનું પારિભાષિક નામ આપવામાં આવ્યું છે. આ શૈલી-વરુપમાં અક્ષરોના લાંબા ઉપર ખેંચેલા ઊભા લસરકાઓના છેડાને તીરની અણી જેવું તેમજ અર્ધવર્તુળ આડા લસરકાઓને કમાન જેવું રૂપ આપી આવા ઊભા અને આડા અક્ષરોની સમાન અંતરે કલાત્મક અને સમ-મિત ગોઠવણના જરૂરી નિયમને અધીન રાખી એવી તે ગૂંથણી કરવામાં આવી છે કે જોનારને જાણે એમ લાગે કે આકાશ તરફ તીર ફેંકનારા ધનુર્ધારીઓની પંક્તિ ખડી છે. એ જ પ્રમાણે એક પર બીજો અક્ષર કે અક્ષરો મૂકી કરવામાં આવેલી કલાત્મક ગૂંથણીવાળી ‘તુમ્રા' (monogrammatic) પારિભાષિક નામવાળી અત્યંત કલાયુકત આ શૈલીની મૂળભૂત લાક્ષણિકતામાં ઉચિત ફેરફાર કરી કલાકારોએ વિભિન્ન લાક્ષણિકતા સજી. હરતમાં ઉપર ઊઠેલા ભાલા કે ધ્વજ લઈ ચાલતી સૈનિકકતાર, સુંદર કમાનવાળી જાળીઓની હાર, સીધી જાળીની પશ્ચાદભૂ પર ગોઠવેલા ભારતીય દીપ, ફણીધર સર્પો યા પાણી પર સરતા હંસોનું જૂથ વગેરે તાદશ દાને આભાસ કરાવતા લેખનશૈલીના આ અત્યંત કૌશલપૂર્ણ સ્વરૂ પનો જે અનુપમ વારસો બંગાળાના કલાકારો દ્વારા મળ્યો તે ભારતના બીજા ભાગોમાં અલબત્ત ઓછે અંશે માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. ગુજરાતના અભિલેખમાં કલાકારોની પ્રતિભાના પ્રતિબિંબરૂપે જે નિપુણતાનાં દર્શન થાય છે તે અક્ષરોના લાંબા ખેંચેલા ઊભા લસરકાઓની સમાંતરે સપ્રમાણ રીતે કરવામાં આવેલી ગોઠવણ, અક્ષરોના કે તેના ભાગોની અર્ધવર્તુલીયતાનું ચક્ષુ ફૂલ હંસ કે એવું કલાત્મક નિરૂપણ તેમજ ઊભા લસરકા સાથે તેઓની કૌશલપૂર્ણ ગૂંથણી વગેરે દ્વારા વ્યક્ત થયું છે.
આવા કલાકૌશલના નમૂનાઓની સંખ્યા વધુ છે. એમાં દેકાવાડા(જિ. અમદાવાદ)ના તુગલુકકાલીન હિ.સ. ૭૮૯(ઈ.સ. ૧૩૮૬-૮૭)ના અભિલેખમાં શબ્દાંતે આવેલા “દુ અને પ્રારંભના છે કે ત નું, મૃગનયની સુંદરીની કાજળથી ખેંચાયેલી ઈ-૫-૨૩