Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨ જુઓ. દિલ્હી સલ્તનતના અમલ નીચે એનુ મુક મુલતાની (ઇ.સ. ૧૩૧૬-૧૭)
પિતાની તખ્તનશીના સમયે ગુજરાતમાં બળવાનું વાતાવરણ ચાલુ હતું તે દબાવવા સુલતાને એનુલું મુક મુલતાની નામના અમીરને એક બળવાન લકર સાથે ત્યાં મોકલ્યો.
એ એક અનુભવી સરદાર હતો. એણે એક કુશળ અને કુટિલ રાજનીતિની રીતે કાર્ય આરંભ કર્યો અને પ્રદેશમાં દરેક પ્રકારની ફ્રિસાદને અંત આણ્યે. એ પછી એ આ પ્રદેશમાં જ રહ્યો. સુલતાને એને દિલ્હી બેલાવી લઈએનું બહુમાન કર્યું. મલેક દીનાર ઝફરખાન (ઈ.સ. ૧૩૧૭)
એના સ્થાને સુલતાને પિતાના સસરા મલેક દીનારને “ઝકરખાન (ફત્તેહખાન)ને ખિતાબ એનાયત કરી ગુજરાતને નાઝિમ નીમી મોકલ્યો. એ એક કાર્યદક્ષ વહીવટકર્તા હતા. ત્રણથી ચાર મહિનાના ગાળામાં એને સુંદર વહીવટને લઈને પ્રદેશમાં શાંતિ પ્રસરી ગઈ એને ઐનુમુલ્કની વ્યવસ્થાનો પૂરો ફાયદો મળ્યો. હિંદુ રાજાઓ અને રાજપૂત ઠાકોરો પાસેથી નાણું વસૂલ કરીને મલક દીનારે શાહી ખજાના માટે દિલ્હી પહોંચતું કર્યું.
મલેક દીનારે આવી સુંદર કામગીરી બજાવી હોવા છતાં એને ગુજરાતના નાઝિમ તરીકે છ મહિનાથી વધારે વખત ચાલુ રહેવા દેવામાં આવ્યો નહિ. અલ્પખાનની માફક એ પણ એક કાવતરાનો ભોગ બન્યો. ૧• ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બનેલો પાટણને ભરવાડ જ્ઞાતિને હસન નામને એક ખૂબસૂરત શમ્સ સુલતાનને માનીતે બની સલાહકાર થઈ ગયું હતું. સુલતાને એને “ખુસરોખાનને ખિતાબ એનાયત કરી વજીર બનાવ્યો હતો. એની ચડવણીથી સુલતાન મલેક દીનાર ઝફરખાનને ગુજરાતમાંથી પાછા બોલાવી લીધું અને એની કઈક બહાને કતલ કરાવી. મલેક હુસામુદ્દીન (ઈ.સ. ૧૩૧૭-૧૮)
એ પછી ખુસખાને પોતાના માતૃપક્ષે ભાઈ થતા મલેક હુસામુદ્દીનની નિમણૂક કરાવી.૧૧ એણે ગુજરાતમાં આવી જમીનદારો રાજપૂતો ઠાકોર તથા પિતાની ભરવાડ જ્ઞાતિના લોકોને એકત્ર કરી આપખુદ સત્તા સ્થાપવાનો પ્રયત્ન શરૂ કર્યો. આ જોઈ ગુજરાતમાં રહેતા શાહી અમલદારો અને અમીરને એ શક્તિશાળી થઈ જશે એવો ભય લાગ્યો, તેથી એમણે એ જ સાલમાં એને ગિરફતાર કરી દિલ્હી મોકલી આપે, પરંતુ ખુસરખાન નારાજ ન થાય એમ કરવા