Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૮૬)
સલ્તનત કાલ
[પ્ર.
ગુજરાતમાં આયાત થતા માલમાં ઘેડા સેપારી ગુલાબજળ પિસ્તાં કિસમિસ દ્રાક્ષ સોનું રૂપું તાંબુ સુરમો વગેરેનો સમાવેશ થતો. અરબી ઘોડા યમન બેહરીન અને ઈરાકથી આયાત કરાતા. સોપારી મલબારથી આવતી.૭ દીવમાં દમારકસથી ૧૩૦૦ (કે ૧૬૦૦) મણ ગુલાબજળ આવેલું ૭૮ ખંભાતમાં આયાત થતા માલમાં સોનું રૂપું તાંબુઘોડા અને સુર વગેરેનો સમાવેશ થતો.૭૯
ગુજરાતની છીંટની મોટી નિકાસ દીવ બંદરેથી મલાક્કા તથા પૂર્વેના દેશો ખાતે થતી.૮• સરખેજની ગળીની નિકાસ પણ જુદા જુદા દેશોમાં સારા પ્રમાણમાં થતી. મક્કામાં એ સારી : ખપતી. ફિરંગીઓએ જ્યારે આ ગળીના વેપારને થંભાવી દીધે ત્યારે એના ભાવ મકકામાં વધી ગયા: એક કરંડિયે ૨૦૦ સેનામહારના ભાવે ખપતા. ભાતની નિકાસ થતી વસ્તુઓમાં સુંઠ કપાસ ગૂગળ સુગંધા પદાર્થ, ખાંડ ગળી બારીક કાપડ લાખ આમળાં રેશમી કાપડ અને ચામડાં વગેરેને સમાવેશ થતો. આ માલ મોટે ભાગે ઈરાન અરબસ્તાન આફ્રિકા અને ચીન વગેરે ખાતે જ.૮૧
આ કાલખંડનાં આબાદ નગરમાં પાટણ(નહરવાલા) અમદાવાદ(અસાવલ), ખંભાત ડભોઈ વડાદરા ભરૂચ સુરત રાંદેર નવસારી સુલતાનપુર નંદરબાર ધોળકા માંગરોળ સોમનાથ પાટણ વેરાવળ જૂનાગઢ અને ગાંડળ હતાં.૮૨
ફિરોજશાહ તુગલકે મહેસૂલને લગતા સુધારા કર્યા તેથી દેશમાં કાયમની સાંઘવારી થઈ એ આપણે ઉપર નોધ્યું.૮૩ ત્યાર બાદ ગુજરાતમાં અહમદશાહે વાંટાની પ્રથા દાખલ કરી. રાજ્યની આવકનો મોટો ભાગ બંદરોની મહેસૂલ અને જકાતથી મળતા.૮૪ દીવના બંદરી મહેસૂલને બધે હક ગુજરાતના સુલતાન ને હતો ૮૫
આમ ગુજરાતના સલ્તનતના સમગ્ર કાલખ ડના આર્થિક માળખાનું અવલોકન કરતાં પ્રતીતિ થાય છે કે એ સમય સાંધવારી અને સમૃદ્ધિને હતો. ગુજરાતનો સાગરકાંઠે વેપારથી છલકાઈ રહ્યો હતો અને મધ્યભાગ ધાન્યથી ઊભરાઈ રહ્યો હતા.૮ ઈ.સ. ૧૫૧૫ માં હુમાયૂએ ચાંપાનેર-પાવાગઢ જીત્યું ત્યારે ત્યાંથી એને જગતના સર્વ દેશોમાંથી ગુજરાતના સુલતાનોએ ભેગું કરેલું અઢળક દ્રવ્ય પ્રાપ્ત થયું હતું.૮૭