Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૧ સુ’}
સ્થાપત્યકીય સ્મારકા
[XXX
એ ગણી ઊંચાઈના મિહરાબ બનાવવાની પદ્ધતિ પ્રચલિત હરશે, ભરૂચ ખંભાત ધેાળકા ચાંપાનેર તેમજ અમદાવાદની મસ્જિદોની મિહરાબ–રચનામાં શ્મા સ્પષ્ટ જોવા મળે છે. ધોળકાની કાજીની મસ્જિદના મિહરાબની સપ્રમાણતા એના સિંહાસન આકારવાળા ઉપરના ભાગ પરથી લાગે છે. ધેાળકાની જામી મસ્જિદના કાલ સુધી આવતાં મિહરાબના ઉપરના ભાગની અલંકૃતતામાં પશ્ચિમ ભારતીય શિપ-પદ્ધતિને પ્રવેશ અને હિંદુ પ્રતીકાના ઉપયાગ સ્વીકૃત થઈ શરૂ થઈ ગયેલા જોવા મળે છે; આ મસ્જિદના મિહરાબ એને ઉત્તમ દાખલા છે.
આ પહેલાં અમદાવાદની મસ્જિદામાં એની શરૂઆત થઈ ચૂકી હતી તે અહમદશાહની જિદ, જામી મસ્જિદ, રૂપમતીની મસ્જિદ કે રાણી સિપ્રીની મસ્જિદ- જે છે તેમાં મ`દિરે માંનાં પ્રચલિત પ્રતીકેાનેા ઉપયેાગ છૂટથી કરવાનું શરૂ થઈ ગયેલું જોવા મળે છે; મિહરાબના રૂપ નમાં પણ ઉત્તમ પ્રમાણસરતા જોવા મળે છે.
ચાંપાનેરમાંના હિરાખમાં ઉપરના ભાગમાં જૈન કમાન-પદ્ધતિના ચાલુ ઉપયાગ અમદાવાદની જેમ જ જોવા મળે છે, પરંતુ કમાનના અંદરના ભાગેામાં ઇસ્લામી રૂપાનાં બનેત્રાં લચીલાં (floral) સુશાલનેના સારા ઉપયાગ કરવામાં આવ્યા છે. ધેાળકાની ખાન મસ્જિદમાં સંપૂર્ણપણે ઇસ્લામી પ્રકૃતિરૂપેાના ઉપયોગ જોવા મળે છે, બાકીના સલ્તનત કાલના બધા મિહરામેાના કેંદ્રમાં વર્તુળાકાર પ્રતીક તેમજ સુવિકસિત કમળ અને કુંભનાં પ્રતીક ઇસ્લામી સ્થાપત્ય માટે નવાં હોવા છતાં કુતૂલપ્રેરક સ્થાન ધરાવે છે. સામાન્ય રીતે મિહરાબ પોતે જ દિશાનું પ્રતીક હાઈ એમાં બીજું કાંઈ પ્રતીક મૂકીને એવડાવવાના કે વધુ સ્પષ્ટ કરવાના પ્રયાગ ગુજરાત અને બંગાળ સિવાય ભારતના કે જગતના દરલાની સ્થાપત્યમાં ત્યાંય જોવા મળતેા નથી, તેથી સ્વાભાવિક રીતે જ આ નવીનતા ધ્યાન ખેંચે છે. મિહરાબની અવકાશયુક્ત જગામાં આંખેાની સમાંતર રેખા કરતાં થોડેક ઊંચે પ્રતીકાયેાજન કરવાથી ધ્યાન ક્રુદ્રિત કરવું સરળ પડે. આમ કરવામાં મિહરાબમાંની રિક્તતા, જે ારના રૂપથી સંબદ્ધ થતી અને સમાકૃત (define) થતી, તેમાં વિશ્વનું વર્તુળાત્મક પ્રતીક મૂકી દૃષ્ટિસંબંધની અનુકૂળતા કરી આપી; પાછળથી વર્તુળમાં કમળના પ્રફુલ્લ પૂર્ણ રૂપને સ્થાન આપી એને પ્રકૃતિને વિશ્વ સાથે શિષ્ટ સંબંધ પણ બાંધી આપ્યો, એટલું જ નહિ, એની વિચારધારા વિકસતાં કમળ-પ્રકૃતિ, વર્તુળવિશ્વ અને અમૃતકુંભ-ઇસ્લામની શાશ્વતતા એ બધાંને અહીંની જ પશ્ચાદ્ભના આધારે સંકલિત કરી ચાલુ પ્રતીકમાંથી એને વિશિષ્ટ સ્થાન અને અ` આપી મિહરાબમાંના કેંદ્રમાં સુ ંદર અને અસરકારક સ્થાન આપ્યું. આ સમજવા માટે મિહરાબમાંના કેંદ્રમાં મૂકવામાં આવેલાં એ પ્રતીકાના વિકાસ જેવા જરૂરી છે.