Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૯૮] સતત કાલ
[. એવાને અને પુરુષોએ માથાના લાંબા વાળ તથા દાઢી કાઢી નાખવાનો રિવાજ ગુજરાતમાં પડેલો હોય એમ લાગે છે.
આ પૌલીનાં ચિત્રોમાં એલેરાનાં ચિત્રો પછી સૌથી પ્રાચીન ઉદાહરણ શ્વેતાંબર જૈન સંપ્રદાયના “નિશીથચૂર્ણા' નામના ગ્રંથની ઈ.સ. ૧૧૦૦ની તાડપત્રી પ્રત છે, જે પાટણના સંધવી–પાડાના ગ્રંથભંડારમાં છે. ત્યાર પછીનાં ઉદાહરણ તાડપત્ર પર લખાયેલી વેતાંબર જૈન થિીઓમાં છે, જેનો સમય ઈ. સ. ૧૧૦૦ થી ૧૫૦૦ સુધીને છે. એમાંની મુખ્ય પ્રતો આ પ્રમાણે છે : ૧. ખંભાતના શાંતિનાથ ભંડારમાં ઈ.સ. ૧૧૨૭નાં ચાર અંગસૂત્ર ૨. એ જ ભંડારમાં ઈ.સ. ૧૧૪૩ની દશવૈકાલિકલgવૃત્તિ. છે. વડોદરા પાસેના એક જૈન પુસ્તકભંડારમાં ઈ.સ. ૧૧૬૧ ની એક પ્રતમાં
એ નિર્યુક્તિ” વગેરે સાત ગ્રંથ છે, જેમાં સોળ વિદ્યાદેવીઓ, સરસ્વતી લક્ષ્મી અંબિકા ચકદેવી વગેરે, તથા કપદી યક્ષ અને બ્રહ્મશાંતિ યક્ષ
વગેરેનાં ૨૧ ચિત્ર છે. . પાટણના આ ભંડારમાં ઈ. સ. ૧૨૩૭ના “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રનું | દશમ પવે. ૫. ખંભાતના ઉપર જણાવેલા ભંડારમાં ઈ.સ. ૧૨૪૧નું નેમિનાથ ચરિત્ર. ૬. પાટણના આ પુસ્તક ભંડારમાં ઈ.સ. ૧૩૭૬ ને ક્યારત્નસાગર'. ૭. બૅસ્ટન(અમેરિકા)ના સંગ્રહાલયમાં ઈ.સ. ૧૩૯ની શ્રાવકપ્રતિક્રમણચૂણી.•
કાપડ ઉપર કરેલાં ચિત્રોમાં પાટણના ગ્રંથભંડારમાને ઈ. સ. ૧૪૩૩ને ચાંપાનેરને પ્રસંગોચિત પંચતીથી પટ ઉલ્લેખનીય છે. ત્યાર બાદ “વસંતવિલાસ' આવે છે. એ પણ શિંગ્ટનની આર્ટ ગેલેરીમાં છે. આ પચિત્રોમાં સજીવતા જણાય છે. વસંતવિલાસનાં ચિત્રોમાં તે જાણે સાક્ષાત વસંત હેય એમ લાગે છે. પુષિત વનવૃક્ષલતા, શ્રમ, કલરવ કરતી નદીઓ, પ્રેમી યુગલની વિચિત્ર કીડાઓ, પશુપક્ષી વગેરે સુંદર રીતે રજૂ કરેલાં છે.'
અપભ્રંશ શૈલીનાં કેટલાંક ચિત્ર કાગળની પોથીઓમાં મળે છે. કલ્પસૂત્રની સૌથી જૂની જાણીતી ચિત્રિત પ્રત ઈ.સ. ૧૪૧૫ની છે, જે મુંબઈ ની રેલ એશિયાટિક સોસાયટીને પુસ્તકાલયમાં છે. આ જ વર્ષની એક પ્રત લીંમડીમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં છે.