Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
જનલ કાઉ
દારોને વાંટાને હક ઈ.સ. ૧૫૪૫ સુધી ચાલુ રહ્યો અને એ પછી સુલતાન મહમૂદશાહ ૩ જાએ બળજબરી કરી વાંટાની પ્રથા એના વજીર આસફખાનની સલાહથી બંધ કરી અને રાજપૂતનાં વતન (જમીન) એકાએક જપ્ત કરી લીધાં. આમ કરવા પાછળનો હેતુ મહેસૂલમાં વૃદ્ધિ કરવાનો અને કાળીઓ અને રાજપૂતોને નબળા પાડવાનો હતો. હિંદુઓ પ્રત્યે આ પ્રકારને દુર્વર્તાવ શરૂ થયે તેથી પ્રદેશમાં ભારે અસંતોષ ફેલાયો. - રાજ્યની આવક
મહેસૂલ ઉપરાંત વેપાર અને ઉદ્યોગો ઉપરના કરવેરામાંથી સુલતાનને સારી એવી રકમ મળતી હતી. એ સમયે ગુજરાતનાં બંદર મારફત વેપાર ધમધોકાર ચાલતો હતો, જેથી જકાત-વેરામાંથી પણ માતબર રકમ રાજ્યને મળતી હતી. આશ્રિત રાજ્યોમાંથી ખંડણી પણ સારા પ્રમાણમાં આવતી હતી.
ઈ.સ. પંદરમી સદીના ઉત્તરાર્ધ અને સોળમી સદીના આરંભના લગભગ ત્રણ દાયકા દરમ્યાન ગુજરાતની સલ્તનત સર્વોચ્ચ શિખરે હતી એ સમયે કુલ આવક રૂ. ૧૧,૪૬,૦૦,૦૦૦ જેટલી હતી, જે પૈકીની રાજ્યની પચીસ સરકારોમાંથી ૧૭ જમીનના મહેસૂલની આવક રૂ. ૫,૮૪,૦૦,૦૦૦ જેટલી હતી. દક્ષિણના રાજ્યોમાંથી અહમદનગર બુરહાનપુર વરાડ ગોવળકાંડા અને બીજાપુરની
ખંડણીરૂપે રૂ. ૧,૧૨,૪૦,૦૦૦ જેટલી રકમ પ્રાપ્ત થતી હતી, અને બંદરો ઉપરના જકાતવેરાની આશરે રૂ. ૪૪૯,૬૦,૦૦૦ ની રકમ મળતી. ૧૮ આમ કુલ આવકને આંકડો બાર કરોડ રૂપિયા સુધી પહોંચતો હતો. લકર
પ્રદેશમાં અનેક સ્થળોએ લકરનાં થાણું હતાં. શાસનને સુરક્ષિત રાખવાની તેમજ મહેસૂલ ઉઘરાવવામાં મદદ કરવાની એ બે ફરજ એમની હતી.
પાયદળ (જેમાં તીરંદાજો પણ રહેતા હતા), હયદળ અને ગજદળ એ લશ્કરનાં મુખ્ય અંગ હતાં.
સરેખેલ” સૌથી નીચી કક્ષાને લશ્કરી અમલદાર હતો. એના હાથ નીચે દસ ઘોડેસવાર હતા. સિપાહાલારના હાથ નીચે દસ “સMલ’ રહેતા હતા. દસ સિપાહસોલાર ઉપર એક અમીરને, દસ અમીર ઉપર એક મલેકને અને દસ મલેક ઉપર એક ખાનને, એવા લશ્કરી હેદા હતા.
લશ્કરમાં અસવર્ણ લોકોને શંભુમેળે રહેતો હતો. તેઓમાં રાષ્ટ્રભાવના ન હતી, પરંતુ લશ્કરી અમલદારે મુસલમાન હતા તેમનામાં મજહબી ઝનૂનની લાગણી વિશેષ પ્રમાણમાં હતી.