Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિ.]
સસ્તનતની ટકશાળે અને તેના પડાવેલા સિમા, રિ૩૭
તાંબામાં પણ મુઝફફરશાહ ૨ જાના સિક્કા ભાતના વૈવિષ્યવાળા છે, આમાં વજનની દૃષ્ટિએ ખાસ ધ્યાન ખેંચનાર થોડા નમૂના છે, જે પુરોગામીઓના પ્રાપ્ય તાંબા નાણાંના સૌથી ભારે રરર–૨૨૫ ગ્રે.વાળા સિક્કાઓ કરતાં વધુ વજનવાળા છે. ત્રણ સેંધાયેલા સિક્કાઓનું વજન ૨૫૮, ૨૬૨૫ અને ૨૬૩ ગે. છે. ૨૫ આ ઉપરાંત ર૫૧ થી ૨૨૨ ગ્રે, ૧૨૮ થી ૧૭૬ ગ્રે, ૬૭થી ૮૬ ગ્રે. અને ૩૪ થી ૩૬ ગ્રેના સિક્કા છે, જેમાં હલકા વજનવાળા નમૂનાઓની સંખ્યા અ૮૫ છે.
તાંબાના મોટા ભાગના સિક્કાઓમાં મહમૂદશાહ ૧ લાના સિક્કાઓની જેમ ટંકશાળનું નામ મળતું નથી. વિશેષ કરીને મુસ્તફાબાદ(જૂનાગઢ) કે મુહમ્મદાબાદ (ચાંપાનેર)નો ઓછામાં ઓછો એ સ્પષ્ટ નિર્દેશ કરે કઈ સિક્કો નોંધાયો લાગતો નથી, માત્ર એક સિક્કા પર નીચેના હાંસિયામાં રાદૂ શબ્દ વાચ હોવાની નોંધ છે એ ધ્યાનમાં લેતાં આ બેમાંથી એક કે બંને ટંકશાળનું નામ ધરાવતા સિક્કા કંકાયા હોવા જોઈએ.
ટંકશાળવાળા માત્ર બુરહાનપુરના પાંચેક નમૂના નોંધાયા છે, જે ભાતની દષ્ટિએ પણ જુદા તરી આવે છે. આને તાંબાની પહેલી મુખ્ય ભાત કહી શકાય. ૧૬૫ થી ૧૭૧ 2. વજનવાળા આ સિક્કા હિ.સ. ૯૨૦–૯૨૩ માં ઢંકાયેલા પ્રાપ્ય છે. તેઓના આગલી બાજુ પર સુલતાનનાં લકબ અને કન્યા તેમજ વર્ષ સંખ્યા છે, પણ આ લખાણની ગોઠવણ અત્યાર સુધીના એના કોઈ પણ ધાતુના સિક્કા કરતાં સાવ જુદી છે. પાછલી બાજુના લખાણમાં સુલતાન' બિરુદ સાથે એનું નામ તથા નીચે ટંકશાળનું નામ છે.
બુરહાનપુરના એક સિક્કામાં પાછલી બાજુ સુલતાનના નામવાળું લખાણ વર્તુળક્ષેત્રમાં અને હાંસિયામાં ટંકશાળ-નામ અંકિત છે.
તાંબાના સિક્કાની બીજી ભાત ઉપરની ભાતને મળતી છે. એમાં આગલી બાજનું લખાણ અને ગોઠવણ પહેલી જેવાં છે, પણ પાછલી બાજુ ટંકશાળનું નામ નથી અને એની જગ્યાએ સુલતાનના પિતાનું નામ છે. ૨૫૮ ગ્રે, થી ૨૬૩ 2.ના અસામાન્ય વજનવાળા સિક્કા આ ભાતના છે અને એ હિ.સ. ૯૩૦-૩૨માં બહાર પડ્યા હતા. આ ઉપરાંત ચાલુ વજનના એટલે ૧૬૩ થી ૧૭૬ ગ્રે. તેમજ ૮૫ ગ્રે.ના આ ભાતના નમૂના હિ. સ. ૯૨, ૯રર અને ૯૨૮-૩૨ માં ઢંકાયા હતા.
તાંબાની ત્રીજી ભાત પાછલી બાજુના લખાણના નહિવત ગોઠવણ-ફેર સિવાય ચાંદીની ત્રીજી ભાત જેવી છે, જેમાં પાછલી બાજુ પર સુલતાનના