________________
[ ઉત્તરાધ્યયન સૂત્ર - (૬) “વસ્ત્રો ચારે કેરથી ફાટી ગયાં હોવાથી હું અચેલક થઈશ અથવા (મારાં ફાટેલાં વસ્ત્ર જોઈને કે શ્રાવક નવાં વસ્ત્ર આપે તો હું સચેલક થઈશ—એવું ચિંતન ભિક્ષુએ ન કરવું. ૧૨ * કોઈ વાર પિતે અલક હોય, કેઈ વાર સચેલક પણ હેય—આ વસ્તુ ધર્મને માટે હિતકારી છે એમ જાણીને જ્ઞાનીએ ખેદ કરે નહિ. ૧૩
(૭) એક ગામથી બીજે ગામ વિચરતા, અનગાર અને અર્કિચન મુનિના ચિત્તમાં કદાચ (સંયમને વિશે) અણગમે પ્રવેશે, તે એ પરીષહ એણે સહન કરે. ૧૪
કંટાળે દૂર કરીને (હિંસાદિથી) વિરત, આત્મરક્ષિત, ધર્મ, પરાયણ (અથવા ધર્મરૂપી ઉપવનમાં સ્થિત), આરંભરહિત અને ઉપશાન્ત થઈને મુનિએ વિચરવું. ૧૫
* ૧. “મારા ફાટેલાં વસ્ત્રો જોઈને કેાઈ શ્રાવક નવાં વસ્ત્રો આપે તે હું સચેલક થઈશ–એટલી સમજૂતી શાન્તિસૂરિ અને નેમિચન્દ્ર અહીં ઉમેરે છે.
૨. મૂળમાં ધન્મારામે છે. તેના આ બન્ને વૈકલ્પિક અર્થો ચૂર્ણિકારે તેમ જ શાન્તિસૂરિ અને નેમિચન્દ્ર એ બન્ને પ્રાચીન ટીકાકારોએ આપ્યા છે.
६ परिजुण्णेहि वत्थेहिं होक्खामि ति अचेलए ।
अदुवा सचेले होक्खामि इइ भिक्खू न चिन्तए एगयाऽचेलए होइ सचेले आवि एगया ।
एयं धम्महियं नचा नाणी नो परिदेवए ७ गामाणुगामं रीयन्तं अणगारं अकिंचणं ।
अरई अणुप्पवेसेज्जा तं तितिक्खे परीसहं अरई पिट्ठओ किच्चा विरए आयरक्खिए । धम्मारामे निरारम्भे उवसन्ते मुणी चरे