________________
અધ્યયન ૧૪]
અરણ્યમાં જયારે દાવાનળથી પ્રાણીઓ બળે છે ત્યારે બીજા પ્રાણીઓ રાગદ્વેષને વશ થઈ આનંદ પામે છે, તેમ કામગમાં લુબ્ધ થયેલાં આપણે મૂઢ અને રાગદ્વેષના અગ્નિથી જગત બળી રહ્યું છે એ જાણતાં નથી, ૪૨-૪૩
ભોગ ભોગવીને પછી જેઓએ તેમને ત્યાગ કરી દીધેલ છે તેઓ હળવા બની વિહાર કરતા, યથેચછ સંચાર કરતાં પક્ષીઓની જેમ, આનંદથી વિચરે છે. ૪૪
“આ (પક્ષીઓ) જ્યારે બંધાય છે અને મારા હાથમાં આવે છે ત્યારે તેઓ તરફડે છે. આપણે પણ જે કામોગમાં આસકતા થઈશું તે તેમના જેવા બની જઈશું. ૪૫
જેની પાસે આમિષમાંસ હેય તે ગીધને બીજાં ગીધથી ૧. મૂળમાં મગ્ન છે. એમાંના (સં. ૨૬)ને અર્થ ટીકાકાર, “વાયુ” એવો સમજાવે છે. જો કે પુને વાર્થ “હળવો” છે, એટલે “વાયુ' અર્થ લક્ષણથી જ આવી શકે. જો કે મૂળ કર્તાને હળ” અર્થ જ ઉદિષ્ટ જણાય છે.
૨. આ પહેલાનું એક પદ્ય તથા આ પછીનાં બે પદ્ય સૂચવે છે કે અહીં ‘આ’ વડે “પક્ષીઓ' ઉદિષ્ટ છે. दवग्गिणा जहा रण्णे डज्झमाणेसु जन्तुसु । अन्ने सत्ता पमोयन्ति रागद्दोसवसं गया एवमेव वयं मूढा कामभोगेसु मुच्छिया । डज्झमाणं न बुज्झामो रागहोसग्गिणा जगं मोगे भोच्चा वमित्ता य लहुभूय विहारिणो । आमोयमाणा गच्छन्ति दिया कामकमा इव इमे य वद्धा फन्दन्ति मम हत्थजमागया । वयं च सत्ता कामेसु भविस्सामो जहा इमे सामिसं कुललं दिस्स बज्झमाणं निरामिसं । आमिसं सव्वमुज्झित्ता विहरिस्सोमो निरामिसा
૨. "fજ રા !