________________
અધ્યયન ૮
કપિલીય
[‘કપિલને લગતું] અધવ, અશાશ્વત, અને દુઃખથી ભરેલા આ સંસારમાં એવું કયું કર્મ હશે જે કરવાથી હું દુર્ગતિ ન પામું? ૧
૧. ચૂર્ણિ તેમજ ટીકાઓમાં આ અધ્યયનની પ્રસ્તાવનારૂપે નીચેની કથા આપેલી છે?
કપિલ એ કૌશાંબીના કાશ્યપ નામે બ્રાહ્મણના પુત્ર હતા. કાશ્યપ તે નગરના રાજાના સંમાનિત હતા. તેઓ કપિલને નાની ઉમરને મૂકીને મરણ પામ્યા, એટલે તેમનું સ્થાન બીજા એક બ્રાહ્મણને આપવામાં આવ્યું. એની સમૃદ્ધિ જોઈને કપિલની માતા યશ રેવા લાગી. કપિલે પૂછયું, એટલે તેણે પિતાના પતિની સમૃદ્ધિની વાત કરી. એટલે પિતાની જેમ વિદ્યાસંપન્ન થવા માટે કપિલ પિતાના પિતાના મિત્ર ઈન્દ્રદત્ત નામે બ્રાહ્મણ પાસે શ્રાવસ્તીમાં ગયા. ત્યાં શાલિભદ્ર નામે ઇભ્ય (અર્થાત
अधुवे असासयंभि संसारंमि दुक्खपउराए । किं नाम होज्ज तं कामयं जेणाहं दोग्गइं न गच्छेज्जा १