________________
અધ્યયન ૧૨
હરિકેશીય [ “ચાંડાલ જાતિના મુનિને લગતું' ચાંડાલ કુળમાં ઉત્પન્ન થયેલા, ઉત્તમ ગુણેને ધારણ કરનાર મુનિ હરિકેશ બેલ નામે જિતેન્દ્રિય ભિક્ષુ હતા. ૧.
૧. આ અધ્યયનના મુખ્ય પાત્ર હરિકેશીય બલ વિશેની એક વિસ્તૃત આખ્યાયિકા ટીકાઓમાં આપેલી છે, જેને સાર આ પ્રમાણે છે : ગંગાના કિનારે હરિકેશ (ચાંડાલ લોકે)ને અધિપતિ બલકે રહેતે હો ગૌરી નામે પત્નીથી તેને બલ નામે પુત્ર થયું હતું. એક પ્રસંગે પૂર્વસંસ્કાર જાગ્રત થતાં બલે મુનિ પાસે દીક્ષા લીધી અને તપશ્ચર્યા કરી તે મટે ત્રાષિ થયો. એક વાર વિહાર કરતાં બલ ઋષિ વારાણસીમાં તિંદુકાનમાં આવી પહોંચ્યા અને ત્યાં યક્ષ વડે અધિષ્ઠિત હિંદૂકવૃક્ષની નીચે ઊતર્યા. એમના માહાસ્યથી યક્ષ પણ એમની સેવાસ્તુતિ કરવા લાગ્યો એક વાર રાજકન્યા ભદ્રા પિતાની સખીઓ સાથે યક્ષની પૂજા કરવા આવી. ગંદા જેવા દેખાતા મુનિ પ્રત્યેની પિતાની સૂગ વ્યક્ત કર્યા સિવાય તે રહી શકી નહિ. આથી ક્રોધ કરીને યક્ષે રાજકન્યાના શરીરમાં આવેશ કર્યો, અને તે ગાંડા જેવી થઈ ગઈ. એને સાજી કરવા માટેનો રાજાનો કોઈ પણ ઉપાય કારગત ન નીવડ્યો ત્યારે કન્યાના શરીરમાં આવિષ્ટ થયેલે યક્ષ બોલ્યા કે
આ કન્યા મુનિને આપવામાં આવે તે જ હું તેને મુકત કરું.' કન્યાને જિવાડવાની ઇચ્છાથી રાજાએ આ શરત સ્વીકારી, એટલે કન્યા સાજી થઈ ગઈ. રાજાએ તેને મુનિ પાસે મોકલી, પરંતુ મુનિએ તેને સ્વીકાર ન કર્યો. છેવટે પુરોહિત રદ્રદેવે રાજાને કહ્યું કે “દેવ! આ ઋષિપત્ની છે. ઋષિએ એને ત્યાગ કર્યો છે, માટે હવે એ બ્રાહ્મણની થાય પછી રાજાએ એ કન્યાને પુરોહિત સાથે પરણવી. પછી એક વાર પુરોહિતે યજ્ઞ કર્યો અને ભદ્રાને યજ્ઞપત્ની બનાવી. એ સમયે માસોપવાસને અંતે પારણ માટે ભિક્ષાર્થે ફરતા બલ મુનિ પુરોહિતના યજ્ઞવાડામાં પ્રવેશ્યા. એ પછી વૃત્તાન્ત આ અધ્યયનમાં આવે છે. सोवागकुलसंभूओ गुणुत्तरधरो मुणी। हरिएसबलो नाम आसि भिक्खू जिइन्दिओ . १५