________________
અધ્યયન ૯]
જે રાજાએ તને નમતા ન હોય તેમને વશ કરીને પછી હે ક્ષત્રિય! તું જજે.” ૩૨
એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલ રાજર્ષિ નમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું: ૩૩
દશ લાખ દ્ધાઓને દુર્જય સંગ્રામમાં કઈ જીતે, એના કરતાં પિતાની જાતને જીતે એ ઉત્તમ જય છે. તારી જાતની સાથે જ યુદ્ધ કર; બહારના શત્રુ સાથે લડીને શું કામ છે? જાતે જ પિતાની જાત ઉપર વિજય મેળવનાર મનુષ્ય સુખ પામે છે. પાંચ ઈન્દ્રિયે, ક્રોધ, માન, માયા તેમજ લેભ તથા દુર્જય એવી પિતાની જાત એ સર્વ, આત્માને જીતતાં જિતાઈ ગયું૩૪–૩૬
એ વાત સાંભળીને હેત અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું : ૩૭
૧. પદ્ય ૩૬ને પૂર્વાધ આર્યામાં અને ઉત્તરાર્ધ અનુષ્ણુપમાં છે. जे केइ पत्थिवा तुझं नानमन्ति नराहिवा । बसे ते ठावइत्ताणं तओ गच्छसि खत्तिया ।। एयम निसामित्ता हेऊकारणचोइओ। तो नमी रायरिसी देवेन्दं इणमब्बवी जो सहस्सं सहस्साणं संगामे दुज्जए जिणे । एगं जिणेज अप्पाणं एस से परमो जो अप्पाणमेव जुज्झाहि किं ते जुज्झेण बज्झओ। अप्पाणमेवमप्पाणं जइत्ता सुहमेहए पश्चिन्दियाणि कोहं माणं मायं तहेव' लोहं च । दुज्जयं चेव अप्पाणं सव्वं अप्पे जिए जियं एयमहं निसामित्ता हेऊकारणचोइओ। तओ नमि रायरिसिं देविन्दो इणमब्बवी
૨. તા. ૩૦ |