________________
[ ઉત્તરાધ્યયન સુત્ર
ક્ષેત્ર, ગૃહ, સુવર્ણ, પશુઓ, દાસે અને નોકરે-આ ચાર કામસ્ક (વિલાસના હેતુરૂપ પુદ્ગલસમૂહ) જ્યાં હોય ત્યાં એ ઉત્પન્ન થાય છે. ૧૭
એ મિત્રવાન, બંધમાન, ઉચ્ચ ગેત્રવાળે, કાન્તિમાન, રેગરહિત, મહાપ્રાજ્ઞ, વિનીત, યશસ્વી અને બલવાન થાય છે. ૧૮
આયુ પર્યત અનુપમ માનવભેગો ભેગવીને, પૂર્વ જન્મમાં વિશુદ્ધ સદ્ધર્મનું અનુસરણ કર્યું હોવાને કારણે શુદ્ધ બધ પ્રાપ્ત કરીને, (ઉપર્યુક્ત) ચાર અંગોને દુર્લભ સમજી સંયમ અંગીકાર કરીને, તથા તપ વડે કર્મા શે ક્ષીણ કરીને એ શાશ્વત સિદ્ધ થાય છે. ૧૯-૨૦
એ પ્રમાણે હું કહું છું. ૧. “ વિલાસના હેતુરૂપ પુદ્ગલસમૂહ.' ક્ષેત્ર અને ગૃહ એટલે એક સ્કલ્પ, સુવર્ણ એ બીજો અધ, પશુઓ એ ત્રીજે સ્કન્ધ, દાસો અને નેકરે એ ચોથા સ્કન્ધએ પ્રમાણે ચાર કામસ્કો સમજવાના છે. ૧૬ મા સૂત્રમાં સૂચવેલાં દશ અંગે પૈકી એક અંગ તે આ ચાર કામકળે. બાકીનાં નવ અંગોને નિર્દેશ ૧૮ મા સૂત્રમાં કર્યો છે.
खेत्तं वत्थु हिरण्णं च पसको दासपोरुसं चत्तारि कामखन्धाणि तत्थ से उववज्जई मित्तवं नायवं होइ उच्चगोए य वणवं अप्पायके महापन्ने अभिजाए जसो बले भोच्चा माणु-सए भोए अप्पडिरूवे अहाउयं पुट्विं विसुद्धसद्धम्मे केवलं बोहि बुझिया चउरङ्ग दुल्लहं मत्ता संजम पडिवजिया तवसा 'धुतकम्मसे सिद्धे हवइ सासए 1. ૨૦
त्ति बेमि ૨. પુ. રાજs !