________________
અધ્યયન ૭ ]. છે. તેમ મનુષ્ય માનવભવ હારી જાય છે. એ પ્રમાણે મનુષ્ય સંબંધી વિષયે દેવસંબંધી વિષયેની આગળ તુરછ છે, દિવ્ય આયુષ્ય અને વિષયો (માનવ આયુષ્ય અને વિષયે કરતાં) અનેક સહસગણું છે. ૧૧-૧૨
પ્રજ્ઞાવાનું–દેવેનું આયુષ્ય ઘણાં નયુત વર્ષનું હોય છે; મૂખ મનુષ્ય સો વર્ષ કરતાં યે ઓછા જીવનમાં કેટલાં બધાં વર્ષ હારી જાય છે ! ૧૩
જેમાં ત્રણ વાણિયા મૂલ-મૂડી લઈને નીકળ્યા, તેમાંથી એક લાભ મેળવે છે, એક માત્ર મૂડી લઈને પાછો આવે છે, અને એક
૧. અહીં ટીકાકારે નીચેનું દષ્ટાન્ત ટાંકે છે. કોઈ રાજાને કેરીનું અજીર્ણ થવાથી વિપૂચિકા થઈ હતી. વૈદ્યોએ ચિકિત્સા કરીને કહ્યું કે હવે તમારે કેરીઓ ખાવી નહિ.' તેને કેરીઓ બહુ જ ભાવતી હતી, પણ સ્વદેશમાં તેણે બધા આંબા ઉખડાવી નાખ્યા હતા. એક વાર ઘેડા ઉપર બેસી અમાત્યની સાથે તે બહાર નીકળ્યો હતે. ઘેડે તેને દૂર દેશમાં ખેંચી ગયો. ત્યાં અમાત્ય વારવા છતાં એક વનખંડમાં આંબા નીચે રાજા બેઠો. ત્યાં કેરીઓ પડેલી હતી. રાજાએ એ લીધી, સૂંઘી અને અમાત્ય વારવા છતાં તે ખાધી, એટલે તે મરણ પામે.
૨. નયુત એ એક વિશિષ્ટ કાળસંખ્યા છે તેની સમજુતી આ પ્રમાણે છેઃ
૮,૪૦૦,૦૦૦ લાખ વર્ષ = ૧ પૂર્વાગ ૮,૪૦૦,૦૦૦ લાખ પૂર્વાગ = ૧ પૂર્વ ૮,૪૦૦,૦૦૦ લાખ પૂર્વ = ૧ નયુતાંગ
૮,૪૦૦,૦૦૦ નયુતાંગ = ૧ નયુત अणेगवासानउया जा सा पन्नवओ ठिइ । जाणि जीयन्ति दुम्मेहा ऊणवाससयाउए जहा य तिन्नि वाणिया मूलं घेत्तण निग्गया । एगोत्थ लहए' लाभं एगो मूलेण आगओ
૨. શિ . ૪